તપાસ:પાટણમાં બે ગઠિયા મહિલાને વાતોમાં ભોળવી 2.50 લાખના ઘરેણાં લઈ ફરાર

પાટણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરના કિલાચંદ શોપિંગ સેન્ટરમાં લઇ ગઈ મહિલાના દાગીના ઉતરાવી લીધા
  • મહિલા સિટી પોઇન્ટમાં રિચાર્જ કરાવવા જતાં પાલનપુર જવા ભાડું માંગી વાતોમાં ભોળવ્યાં હતાં

પાટણ શહેરમાં બે ગઠિયા મહિલાને વાતોમાં ભોળવી પહેરેલા સાડા પાંચ તોલાના અંદાજે રૂ. 2.50 લાખના સોનાના દાગીના તફડાવી રફુચક્કર થઈ ગયા હતા. બાદમાં મામલો પોલીસ સુધી પહોંચતા પોલીસ દોડતી થઇ હતી. સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી સહિતની તપાસ શરૂ કરી હતી.

હાલ મુંબઈ રહેતા પાટણના રળીયાતનગર સ્થિત તેમના ઘરે આવેલાં મંજુલાબેન મનુભાઈ પંચાલ રવિવારે બપોરે ઘરેથી સિટી પોઇન્ટમાં મોબાઈલ રિચાર્જ કરાવવા માટે જતાં હતાં ત્યારે રસ્તામાં એક છોકરો તેમને મળતાં દુકાનમાંથી નીકળી ગયો છું અને સાત મહિનાનો પગાર મળ્યો નથી પાલનપુર જવું છે પરંતુ ભાડું નથી તો માટે પૈસા આપો તેમ કહી વાતમાં ભોળવી લીધા હતા. તેવામાં અન્ય યુવક આવી ભાડાના પૈસા આપવા માટે તૈયાર થઈ ગયાં હતાં, બાદમાં તે છોકરાએ ભાડાના પૈસા લેવાની ના પાડી હતી.

મંજુલાબેન ત્યાંથી નીકળી સિટી પોઇન્ટમાં રિચાર્જ કરાવવા જતાં તે બંને શખ્સો તેમની પાછળ આવી રિચાર્જના પૈસા હું આપી દઉં છું તેમ કહીં યુવકે મંજુલાબેનનો વિશ્વાસ કેળવી બંને શખ્સો મહિલાને કિલાચંદ શોપિંગ સેન્ટરમાં લઈ જઈ મંજુલાબેને પહેરેલી ત્રણ તોલા સોનાની બે બંગડી, બે તોલાની ચેન અને અડધા તોલાની વિંટી મળી રૂ. 2.50 લાખના સોનાના સાડા પાંચ તોલાના સોનાના દાગીના કઢાવી બંને ગઠિયા મહિલાને બગેશ્વર મંદિર તરફ લઈ જઈ દાગીના થેલીમાં મૂક્યા છે તેમ કહી થેલી તેમને આપી રિક્ષામાં બેસાડી રવાના કર્યા હતા. બાદમાં સિટી પોઇન્ટ નજીક આવી મહિલાએ થેલીમાં ચેક કરતા થેલીમાંથી કાગળના ટુકડા કાચની બંગડી ગાભાના ડુચા નીકળતાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે શખ્સો વિરૂદ્ધ અરજી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...