તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:પાટણમાં કાલથી સાંજે 5 વાગ્યાથી સવાર સુધી વેપાર-ધંધા બંધ, રવિવારે બજારો સંપૂર્ણ બંધ રહેશે

પાટણ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાટણમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે જિલ્લા કલેક્ટરએ વિવિધ સંગઠનો સાથે બેઠક યોજી

પાટણ જિલ્લા છેલ્લા કેટલાક દિવસથો કોરોનાનું પ્રમાણ વધી રહ્યું છે. કોરોના વધતા સંક્રમણને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને કોવિડ ગાઇડલાઇન્સનું પાલન કરવા અપીલ કરવામાં આવી રહી છે. આજે કલેક્ટર સુપ્રીતસિંઘ ગુલાટીની અધ્યક્ષસ્થાને વિવિધ વેપારી એસોસિએશનના હોદ્દેદારો, રાજકીય સંગઠનાના હોદ્દેદારો, પાટણ પાલિકાના કોર્પોરેટરો સાથે બેઠક યોજાઈ હતી. જેમાં 7 એપ્રિલથી સાંજના 5 વાગ્યા બાદ સ્વૈચ્છિક રીતે વેપાર ધંધા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત રવિવારના દિવસે સંપૂર્ણ બજારો બંધ રહેશે.

જિલ્લા કલેકટર સુપ્રીતસિંધ ગુલાટીએ બેઠકમાં પાટણ જિલ્લામાં વધી રહેલ કોરોના સંક્રમણ અને તેના માટે વહીવટીતંત્ર દ્વારા કરાયેલ તૈયારીઓ અને પ્રયાસોની વિગતો આપીને સતત વધતા કોરોના સામે શું પગલાં લેવા જોઈએ એ માટે ઉપસ્થિત સૌના સલાહ – સૂચનો માંગ્યા હતા. ઉપસ્થિત સૌ હોદ્દેદારો અને મહાનુભાવો તરફથી અત્યારના સમયમાં વધતા કોરોનાના કેસ સામે વેપારીઓ સ્વૈચ્છિક રીતે સાંજના સમય બાદ પોતાના ધંધા – રોજગાર બંધ રાખે એવું સર્વસામાન્ય સૂચન મળ્યું હતું.

જેમાં બેઠકને અંતે સર્વાનુમતિથી એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે તા. 7 એપ્રિલથી સાંજના પાંચ વાગ્યા બાદ સ્વૈચ્છિક રીતે પાટણના તમામ વેપારીઓ સ્વૈચ્છિક રીતે પોતાના તમામ વેપાર – ધંધા બંધ રાખશે અને રવિવારના દિવસે સંપૂર્ણ બજારો બંધ રહેશે. જેમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણ સાથ સહકાર આપવામાં આવશે. જેના લીધે બજારોમાં એકઠી થતી ભીડના લીધે વધતાં કોરોના વાયરસના સંક્રમણ પર કાબૂ મેળવી શકાશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ પાટણના તમામ નાગરિકોને સાંજે 5 વાગ્યા બાદ ઘરથી બહાર ન નીકળવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.

કોરોના વાયરસનું સંક્રમણ સમગ્ર દેશ અને રાજ્યમાં વધી રહ્યું છે ત્યારે પાટણ જિલ્લા વેપારી એસોશિયેશન દ્વારા સ્વૈચ્છિક રીતે બજારો બંધ રાખવાનો નિર્ણય આવકારદાયક છે. જેના લીધે કોરોના સંક્રમણને કાબૂમાં લઈ પરિસ્થિતી વધુ ગંભીર બને એ પહેલાં તેને નિયંત્રણમાં લઈ શકાશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખ, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, પાટણના ધારાસભ્ય ડૉ. કીરીટભાઈ પટેલ,અધિક નિવાસી કલેકટર એન.ડી.પરમાર, મદદનીશ કલેકટર સ્વપ્નિલ ખરે, સંગઠનના પૂર્વ પ્રદેશમહામંત્રી કે.સી.પટેલ, પાટણ નગરપાલિકા ચીફ ઓફિસર પાંચાભાઈ માળી, પાટણ નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, સંગઠનના જિલ્લા પ્રમુખદશરથજી ઠાકોર, રાજકીય સંગઠનના આગેવાનો અને પાટણ નગરપાલિકાના કોર્પોરેટરઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો