પાટણ શહેરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી, માંઝા ફિરકીનું વેચાણ કરતા ત્રણ ઈસમો ને 20 બોક્સ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી પાટણ એલસીબી પોલીસ હાથ ધરી હતી.
પાટણ કલેક્ટર ના જાહેરનામા નો ભંગ કરી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી, માંઝા ફિરકી નું વેચાણ કરતા પટ્ટણી ટીનાભાઇ ગોવીંદભાઇ રહે શ્રમજીવી સોસાયટી સિધ્ધપુર ચાર રસ્તા પાટણ, પટ્ટણી કાલુભાઇ નારણભાઇ રહે-ખાનસરોવર પાટણ અને ઠાકોર અરવિંદજી બાબુજી રહે શ્રમજીવી સોસાયટી સિધ્ધપુર ચાર રસ્તા પાટણ આ ત્રણ ઈસમો જાહેરનામનો ભંગ કરતા મુદ્દામાલ સાથે પકડી પાડી તેઓની વિરૂદ્ધ ઇ.પી.કો. કલમ-188 મુજબ પાટણ સીટી બી ડિવીઝન ખાતે ગુનો દાખલ કરાવી વધુ તપાસ અર્થે સોંપવામાં આવેલ છે.
કબ્જે કરેલ મુદ્દામાલ:-
(1) મોઝા/દોરી ની ફીરકીના બોક્ષ નંગ-06, કિં. રૂ.1800/-
(2) મોઝા/દોરી ની ફીરકી ના બોક્ષ નંગ-07 કિં. રૂ.2100
(2) મોઝા/દોરી ની ફીરકી ના બોક્ષ નંગ-07, કિં. રૂ.2100/-
કુલ મોઝા/દોરી ની ફીરકી ના બોક્ષ નં-20- કિં.રૂ.6000
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.