તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:પાટણમાં આ વર્ષે રથયાત્રા આઠને બદલે બે કિલોમીટર નીકળશે, 3થી 4 કલાકમાં પૂરી થશે

પાટણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • ભગવાનનો રથ વજનદાર હોઈ 50 ખલાસી માટે રજૂઆત, આ વર્ષે રથયાત્રામાં ડીજે નહીં સંભળાય
  • આરતીનો ચડાવો નહીં બોલાય પણ વર્ષોવર્ષ આરતી કરતા પરમભક્તનેજ લાભ અપાશે

પાટણ શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ચાલુ સાલે નીકળશે પરંતુ કોરોના ગાઇડલાઇન મુજબ માત્ર ત્રણ રથ નિશાન અને ડંકો તેમાં સામેલ થઈ શકશે. વળી રથયાત્રાના રૂટ પર કર્ફ્યૂ હોઈ અગાઉની માફક ભક્તો મુક્ત રીતે ભગવાનના દર્શન કરવા માટે મુક્ત નથી. એટલે તેમણે દૂરથી કે ટીવીના પડદા પર જ રથયાત્રાના દર્શન કરવા પડશે. આ વખતે ખાસ કરીને ડી.જે સાઉન્ડ રાખવાના નથી એટલે ફિલ્મી ગીતો પણ ગવાશે નહીં.

આ સંજોગોમાં રથયાત્રા કમિટી દ્વારા ભગવાનના રથ ઉપર વિષ્ણુસહસ્ત્રનો ગુંજારવ સતત ચાલુ રાખી આધ્યાત્મિક અને ધાર્મિક માહોલ બનાવી રાખવા તેમજ રથ ઉપર વિષ્ણુ યાગ ચાલુ રહે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે.રથયાત્રા કમિટી પ્રમુખ પીયુષ આચાર્યએ જણાવ્યું કે સરકાર દ્વારા ભક્તો રથયાત્રામાં સામેલ ન થઈ શકે તેવી સ્પષ્ટ જોગવાઇ કરવામાં આવી હોવાથી રથયાત્રાના રૂટ ઉપર સવારે 10થી રાત્રિના 8 વાગ્યા સુધી કર્ફ્યુનો અમલ કરવામાં આવનાર છે. અને બીજી કોઈ ઝાંખીઓ સામેલ થવાની ન હોવાથી અને રૂટ પણ ટૂંકાવી દેવાયો હોવાથી શહેરવાસીઓ નિરાશ થયા છે.

જોકે ચાલુ સાલે ભગવાન દર્શન આપવા નીકળશે એટલી ખુશી વર્તાય છે. સામાન્ય સંજોગોમાં પાટણ શહેરમાં ભગવાનની રથયાત્રા આઠ કિલોમીટર લંબાઈના રૂટ ઉપરથી પસાર થતી હતી જે ચાલુ સાલે માત્ર બે કિલો મીટરના રૂટ ઉપર ચાલશે અને માત્ર ત્રણથી ચાર કલાકમાં પૂરી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

રથયાત્રા અહીં નીકળશે : પાટણ, સિદ્ધપુર, મોડાસા ઇડર, ખેડબ્રહ્મા, પાલનપુર
રથયાત્રા અહીં નીકળશે નહીં : બાયડ, ડીસા, અંબાજી, થરાદ, વિસનગર, વડનગર, ગોઝારિયા અને કડી

સિદ્ધપુરના ગામધણીનો રથ નિજ મંદિરથી સાંજે પાંચ વાગ્યે નગરચર્યાએ નીકળશે
સિદ્ધપુરના ગામધણી શ્રી ગોવિંદરાયજી શ્રી માધવરાયજીનો રથ નિજ મંદિરથી સાંજે પાંચ વાગ્યે નગરચર્યા માટે નીકળશે. જે અલવાના ચકલાથી મહેતા ઓળના મહાડ થઈ મંડી બજાર પહોંચશે અને ત્યાંથી સરસ્વતી નદીના માધુ પાવડીયા ઘાટે શ્રીજીના ચરણ પાદુકાની શાસ્ત્રોક્ત પૂજા કરવામાં આવશે ત્યારબાદ શ્રીજીનો રથ નીજ મંદિરે પરત ફરશે અને ત્યાં આરતી કરવામાં આવશે. રથયાત્રામાં નિશાન, ડંકો, બેન્ડ શ્રીજી નો રથ અને છેલ્લે જનરેટરની ગાડી રહેશે. પ્રસાદ વહેંચવામાં નહીં આવે જેથી પ્રસાદ ની ગાડી રાખવામાં આવશે નહીં. પ્રસાદની વ્યવસ્થા રથ જાય પછી ત્રણ મુખ્ય સ્થળ ઉપર રાખવામાં આવી છે. શ્રીજીનો રથ ખેંચવા માટે તેમજ રથની સાથે ફક્ત 50 જેટલા ભક્તો જ હાજર રહી શકશે તમામે મોઢા પર ફરજીયાત માસ્ક પહેરવાનો રહેશે તે તમામ સભ્યોના નામ સરનામા ટેલીફોન નંબર સાથેની વિગતો પોલીસ તંત્રને આપવાની છે. પાટણના પોલિસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ લઈ જે રાજમાર્ગ પર રથ ફરવાનો છે તે રાજમાર્ગનુ પોલીસ કાફલા સાથે નિરીક્ષણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...