• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • In Patan, The Women Of The Thakor Community Celebrated Topla Ujani Parva, Women Put Topla On Their Heads And Chanted Garba.

પરંપરા:પાટણમાં ઠાકોર સમાજની સમૂહ ટોપલા ઉજાણી પર્વની મહિલાઓએ ઉજવણી કરી,મહિલાઓએ માથે ટોપલા મુકી ગરબાની રમઝટ બોલાવી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૈયાનું નૈવેધ બનાવી સવા શેર કંસાર મૈયાને ધરાવવામાં આવ્યો

પાટણ નગરમાં વસતા વિવિધ સમાજના સમુદાયો દ્વારા ભાદરવા માસમાં સમૂહ ટોપલા ઉજાણીનું પર્વ મનાવવામાં આવે છે. ત્યારે ગુરુવારના રોજ ભાદરવા સુદ પાંચમના દિવસે શહેરના જળચોક વિસ્તારમાં આવેલા ઠાકોરવાસમાં રહેતા ઠાકોર સમાજ દ્વારા વડવાઓની પરંપરાને અકબંધ જાળવી સમૂહ ટોપલા ઉજાણીનું પર્વ મનાવવામાં આવ્યું હતું. શહેરના જળચોક વિસ્તારના ઠાકોરવાસ ખાતેથી સમાજની મહિલાઓ માતાના નૈવેધની કાચી સામગ્રી ટોપલામાં મુકી વાજતે ગાજતે નીકળી હતી.

ટોપલા ઉજાણી પર્વની આનંદ ઉલ્લાસભેર ઉજવણી કરાઈ
આ સમૂહ ટોપલા ઉજાણીની મહિલાઓ સમૂહ સુભાષચોક ખાતે આવી પહોંચતા મસ્તક પર ટોપલા ધારણ કરી મૈયાના ગરબાની રમઝટ બોલાવી હતી. ત્યારબાદ પાટણ ચાણસ્મા હાઈવે પરના અંબાજી નેળીયામાં આવેલા મૈયાના સ્થાને સમાજની મહિલાઓ દ્વારા મૈયાનું નૈવેધ બનાવી સવા શેર કંસાર મૈયાને ધરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ મહિલાઓ સહિત તમામ લોકોએ મંદિર પરીસર ખાતે સમૂહ ટોપલા ઉજાણી પર્વની આનંદ ઉલ્લાસભેર ઉજવણી કરી પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...