તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લ્યો બોલો:પાટણમાં મિલકત્તમાં ભાગ લેવા બાબતે પત્નીએ પતિને બેફામ ગાળો બોલી માથામાં હથોડો ઝીંકી દીધો

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પતિને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખસેડાયો, માથામાં બે ટાંકા લેવા પડ્યા

પાટણમાં મિલકત્તમાં ભાગ લેવા મામલે એક પત્નીએ હિંસક રૂપ ધારણ કરી પોતાના જ પતિને કપાળમાં હથોડો માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જે મામલે પતિએ પોતાની પત્ની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પાટણ શહેર એ ડીવીઝન પોલીસ મથકમાં શહેરના લાખુખાડ લાખેશ્વર મંદિર પાસે રહેતા મનોજભાઈ નટવરલાલ પંચાલે ફરિયાદ નોંધાવી છે કે, તેમના લગ્ન 9 વર્ષ અગાઉ ઉત્તર પ્રદેશની શીલાબેન નામની યુવતી સાથે થયા હતા. જેણે ગતરોજ તેમની પત્નીએ મિલકત્તનો ભાગ પાડીને લઈ લેવા જણાવતાં તેમણે ધીમે ધીમે લઈ લઈશું ક્યાંય જવાનું નથી તેમ કહેતાં તેમની પત્ની ઉગ્ર સ્વભાવની હવાથી તુરંત ઉશ્કેરાઈ ગઈ હતી અને ઘરમાં પડેલો લાકડાનો હથોડો લઈ સીધો મનોજભાઈ પંચાલના કપાળમાં ફટકારી દીધો હતો.

પત્નીએ ઉશ્કેરાઇને હથોડો મારતાં મનોજભાઈને લોહી આવવા લાગ્યું હતું. એટલામાં આસપાસમાંથી મનોજભાઈના ભાઈ અને પાડોશીઓએ આવીને મનોજભાઈને મારમાંથી છોડાવી સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યાં તેમને કપાળમાં બે ટાંકા આવ્યા હતા. .શહેર એ ડીવીઝન પોલીસે મનોજભાઈની પત્ની શીલાબેન મનોજભાઈ પંચાલ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...