અપીલ:પાટણમાં ટ્રાફિક પોલીસે વાહન ચાલકોને દંડના બદલે માસ્ક આપી પહેરવા અપીલ કરી

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેરમાં કોરોના સંક્ર્મણ અટકે માટે માસ્ક એક જ હથિયાર હોઈ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા દંડના બદલે લોકોને જાગૃતતા માટે મંગળવારે માસ્ક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં શહેરના બેબાશેઠની મદદથી માસ્ક મેળવી હિંગળાચાચર ચોક ખાતે માસ્ક પહેર્યા વગર પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને ઉભા રાખી 500 માસ્ક વિતરણ કરી ફરજીયાત માસ્ક પહેરવા માટે અપીલ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં શહેર ટ્રાફિક પીએસઆઇ એસ.બી.ગઢવી તેમજ બેબાશેઠ અને ટ્રાફિક પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...