• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • In Patan, The Team Of Mines And Minerals Department Caught Four Dumpers Carrying Sand Without Overload And Royalty Pass And Imposed A Total Fine Of Rs 7.21 Lakh.

કાર્યવાહી:પાટણમાં ખાણ ખનીજ વિભાગની ટીમે ઓવરલોડ અને રોયલ્ટી પાસ વગર રેતી વહન કરતા ચાર ડમ્પરને પકડી પાડી કુલ રૂપીયા 7.21 લાખનો દંડ ફટકાર્યો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • બોરતવાડા, સરવાલ અને રાધનપુર પાસેથી ટીમે ડમ્પર ઝડપી પાડ્યા
  • જિલ્લામાં ઓવરલોડ અને રોયલ્ટીપાસ વગર ખનિજ વહન કરતા ડમ્પરો સામે ખાણ ખનીજ વિભાગે લાલ આંખ કરી

પાટણ પંથકમાં ખનીજ ચોરીને અટકાવવા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે ગતરોજ જિલ્લાના બોરતવાડા, સરવાલ અને રાધનપુર પાસેથી ખાણ ખનીજ વિભાગની ટીમે ઓવરલોડ અને રોયલ્ટી પાસ વગર રેતી વહન કરતા ચાર ડમ્પરને પકડી પાડી કુલ રૂપીયા 7.21 લાખનો દંડ ફટકાર્યો હતો.

પાટણ જિલ્લામાં ઓવરલોડ અને રોયલ્ટીપાસ વગર ખનિજ વહન કરતા ડમ્પરો સામે ખાણ ખનીજ વિભાગે લાલ આંખ કરી છે. બે દિવસમાં ચાર ડમ્પર પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ગેર કાયદેસર ખનન કરતાં તત્વોમાં ફફડાટ વ્યાપ્યો છે.

ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા પાટણ જિલ્લાના બોરતવાડા-હારીજ રોડ પરથી રેતીનો ઓવરલોડ જથ્થો ભરી પસાર થતું ડમ્પર પકડી હારીજ પોલીસને સોંપ્યું હતું. જ્યારે સરવાલ પાસેથી રોયલ્ટી પાસ વગર રેતીનો જથ્થો ભરી પસાર થતું ડમ્પર પકડી હારીજ પોલીસને સોપ્યુ હતું. આ ઉપરાંત રાધનપુર પાસેથી ઓવરલોડ રેતીનો જથ્થો ભરેલું એક ડમ્પર અને રોયલ્ટી પાસ વગર પસાર થતું એક ડમ્પરને ખાણ ખનીજ વિભાગની ટીમે પકડી રાધનપુર પોલીસને સોંપ્યું હતું.

આ ઉપરોક્ત ચાર ડમ્પરો ઝડપી કુલ રૂપિયા 7.21 લાખ દંડ ફટકારવામાં આવ્યો હતો. જેમાં બે ડમ્પરના રૂપિયા 2.86 લાખની વસૂલાત કરવામાં આવી છે. બાકીના રૂપિયા 4.35 લાખની વસુલાત માટે કાર્યવાહી ચાલી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...