તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફફડાટ:પાટણમાં પ્રાંત અધિકારીએ હાથમાં દંડો લઈ બજારો બંધ કરાવી, ટપોટપ દુકાનોના શટર પડી ગયા

પાટણ9 દિવસ પહેલા
 • વેપારીઓ સાંજે 5 વાગે સ્વૈચ્છિક બંધ ના કરતા પ્રાંત અધિકારી બંધ કરાવવા નીકળ્યા

પાટણ શહેરમાં વેપારીઓ દ્વારા પાંચ દિવસ સાંજે પાંચ વાગ્યાથી સ્વૈચ્છિક લોકડાઉન કરવાનું તેમજ સરકાર દ્વારા રાત્રે આઠ વાગ્યાથી સવારે 6:00 વાગ્યા સુધી કરફ્યુ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ગુરુવારે સાંજે વેપારીઓ 5 વાગે દુકાનો બંધ ના કરતા પ્રાંત અધિકારી સ્વપ્નિલ ખરે દંડો લઈ બજાર બંધ કરવા નીકળતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

પાટણ શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉનના બીજા દિવસે ગુરુવારે સાંજે પાંચ વાગતા વેપારીઓએ ધંધા-રોજગાર બંધ ના કરતા પ્રાંત અધિકારી સહિત પોલીસ કર્મચારીઓ હાથમાં દંડો લઈ શહેરના બગવાડા, તિરૂપતિમાર્કેટ સહિત બજારો બંધ કરવા નીકળતા વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. અને ગણતરીની મિનિટોમાં વ્યાપારીઓ દુકાનોના શટર પાડતા બજારો સજ્જડ બંધ થઈ જવા પામ્યા હતા.

ત્યારે શહેરમાં બીજા દિવસે પણ વેપારીઓ દ્વારા સ્વયંભૂ બજાર બંધ 5 વાગે બંધ ના કરતા પ્રશાસન દ્વારા બંધ કરવાની ફરજ પડી હતી. અને દિવસ પર બજારોમાં ભીડ જોવા મળી હતી. તિરૂપતિ બજારના કેટલાક વેપારીઓ જણાવ્યું હતું કે વેપારીઓએ સ્વૈચ્છિક બંધ આપ્યું છે. તો પ્રાંત અધિકારી શા માટે બંધ કરાવે છે એ બાબતે કલેક્ટરને રજૂઆત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો