ભાવમાં ઉછાળો:પાટણમાં ફળોની આવક ઓછી થતાં ભાવ બે ગણા

પાટણ16 દિવસ પહેલાલેખક: તેજસ રાવળ
  • કૉપી લિંક
ફ્રુટના ભાવ ડબલ થતા લોકો હવે જરૂયાત મુજબ ખરીદી કરી રહ્યા છે. - Divya Bhaskar
ફ્રુટના ભાવ ડબલ થતા લોકો હવે જરૂયાત મુજબ ખરીદી કરી રહ્યા છે.
  • વિદેશમાં ફળોની માંગ વધતાં તેમજ વાવાઝોડાને લઈ નુકસાન હોય બજારોમાં ફળોના ભાવમાં ઉછાળો

પાટણ શહેર સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઉનાળાના અંગ દઝાડતી ગરમીમાં ફળોના ભાવમાં પણ ભડકો જોવા મળી રહ્યો છે. આ વર્ષે કોરોના મહામારી બાદ ફળોની વિદેશમાં માંગ અને વાવાઝોડાને લઈ કેરી સહિતના પાકોને પહોંચેલ નુકસાનને લઈ ભાવમાં ઉછાળો આવતા મધ્યવર્ગના લોકોને ફ્રુટના સ્વાદ ચાખવો મોંઘો પડી રહ્યો છે. પાટણ શહેરમાં ગતવર્ષ કરતા માર્કેટમાં ફ્રુટનો માલ 40 ટકા ઓછો આવી રહ્યો હોય બજારોમાં ફળોના ભાવ બે ગણા થતાં લોકો જથ્થાના બદલે જરૂરિયાત મુજબ ફળોની ખરીદી કરી સ્વાદ લઈ રહ્યા છે.

કોરોના મહામારીમાં સારવાર અને રોગ પ્રતિકારક શક્તિ મેળવવા ફળો આરોગવાનો લોકોમાં આગ્રહ વધ્યો છે.જેને લઈ રાજ્યમાં આ વર્ષે ઉનાળામાં ફળોનું વિદેશમાં એક્સપોર્ટ વધ્યું, પેટ્રોલ,ડિઝલના ભાવનો વધારો ઉપરાંત ઓછું ઉત્પાદન જેવી બાબતોને લઈ ફળોના ભાવમાં પણ ઐતિહાસિક વધારો ચીંકાયો છે. જેમાં સામાન્ય રસવાળા ફળોમાં 60 ટકા ભાવ વધ્યા છે.તો કેરીના ભાવમાં 100 %નો વધારો થવા પામ્યો છે. લીલા નાળિયેર બપોરે લોકો ઠંડક મેળવવા પીવે છે.તે નાળિયેર 30 રૂપિયાના બદલે 50 રૂપિયા થયા છે.

તડબૂચ, ટેટી અને ચીકુ બજારોમાં વધુ આવતા અને ભાવ વધવાના બદલે 50 ટકા ઘટાડો થતા લોકો સૌથી વધુ આ ફળો ખરીદતા જોવા મળી રહ્યા છે. ફ્રુટના હોલસેલ વેપારી અશોક પટ્ટણીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં વાવાઝોડાને લઈ કેરી સહિતના પાકોને નુકશાન પહોંચ્યું હતું.તો રાજ્યમાં કમોસમી વાવાઝોડાને કઈ ફ્રુટના ઉત્પાદન આ વર્ષે ઘટ્યું હોય ઉપરાંત કેરીઓનો માલ વિદેશમાં મોકલાતા બજારોમાં ઓછી આવક સામે માંગ બે ગણી વધારે હોય ભાવ વધ્યા છે.

કેરીના ભાવ
કેરીજુના ભાવ (કિલો)

હાલના ભાવ (કિલો)

બદામ50-6080-100
તોતાપુરી40-5080-100
રત્નાગીરી સુંદરી40-5080-100
રત્નાગીરી પાયરી40-5080-100
હાફૂસ500 (બોક્ષ)800 (બોક્ષ)
કેસર600 (બોક્ષ )1200 (બોક્ષ)
ફળોના ભાવ
ફળજુના ભાવ (કિલો)

હાલના ભાવ (કિલો)

સફરજન80160-200
દાડમ60100-120
દ્રાક્ષ5080
પપૈયું3050
કેળા3050
ફોરેન્સ60120

વિદેશમાં એક્સપોર્ટ વધતા બજારોમાં માલ ઓછો આવતા ભાવ વધ્યા
ફ્રુટના વેપારી ચિરાગ રાવળે જણાવ્યું હતું કે કોરોનામાં ફળો એક્સપર્ટ થતો ન હતો.હાલમાં છૂટછાટ મળતાં ઊંચા ભાવે વિદેશમાં માંગ હોય મોટા ભાગનો ફળોનો માલ એક્સપોર્ટ થઈ રહ્યો છે.જેથી ગતવર્ષની સરખામણીએ માંડ 60 ટકા માલ બજારોમાં આવતા તંગી સર્જાતા ભાવ ઉચકાયા છે.ફળોના ગતવર્ષ ભાવ હતા.તેમાં આ વર્ષે વધીને બે ગણા થયા છે.

અન્ય સમાચારો પણ છે...