ભાવ વધ્યા:પાટણમાં સામાન્ય દિવસોમાં 25 રૂપિયામાં મળતા ગુલાબનો ભાવ વેલેન્ટાઈન ડેના દિવસે 50 થયો

પાટણ6 મહિનો પહેલા
  • લગ્નની સિઝન હોવાથી અન્ય ફૂલના ભાવ પણ વધ્યા
  • વેલેન્ટાઈન-ડે નિમિત્તે ગુલાબ સહિતના ફૂલની ડિમાન્ડ રહે છે.

વેલેન્ટાઇન ડેના દિવસે પાટણ શહેરમાં એક ઈંગ્લિશ ગુલાબનો ભાવ રૂ.50 સુધી પહોંચી ગયો હતો. સામાન્ય દિવસોમાં આ ગુલાબ રૂ.15થી રૂ.25 સુધીમાં મળતું હોય છે. અમદાવાદ, નાસિક, બેગ્લોર સહિતથી અવનવા ગુલાબો અને ફૂલો પાટણ બજારમાં આવ્યા હતા.

ગુલાબ જ નહીં અન્ય ફૂલો પણ મોંઘાં બન્યા છે. હાલ લગ્નની સિઝન પણ ચાલી છે. જેમાં ડેકોરેશન માટે રંગબેરંગી ફૂલોનો ઉપયોગ થાય છે તેના ભાવ પણ વધ્યા છે. ગુલાબની સાથે કોમ્બિનેશનમાં સેવન્ટી અને અન્ય ફૂલોને સેટ કરી વિવિધ બુકે બને છે. વેલેન્ટાઈન ડે પર નવા ડિઝાઇનર બુકેની પણ ડિમાન્ડ રહેતી હોય છે. જેમાં પણ વધારો જોવા મળ્યો હતો.

ફૂલોનો વ્યવસાય કરતા રમેશભાઈ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં ધંધો થયો જ નથી, પણ વેલેન્ટાઇન નિમિત્તે છેલ્લે છેલ્લે ધારણા કરતા વધુ ગુલાબની ડિમાન્ડ આવી છે. સાથે જ 10 પ્રકારના સેવન્ટીના ફૂલોની પણ ડિમાન્ડ નીકળી હતી. બજારમાં જે ગુલાબ રૂ.15માં મળતું હતું તેના રૂ.50 થઇ ગયા છે. આમ દરેક ફૂલના ભાવમાં ત્રણગણો વધારો જોવા મળી રહ્યો છે. બજારમાં તેનો પણ વધારે ભાવ લેવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...