ગરબા સ્પર્ધા:પાટણમાં ખેલૈયાઓએ પ્રાચીન અને અર્વાચીન ગરબા રમ્યા

પાટણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હેમચંદ્રાચાર્ય ઉ.ગુ.યુનિવર્સિટીમાં વહીવટી તંત્ર દ્વારા આયોજિત ગરબા સહિતની સ્પર્ધાઓ 500 સ્પર્ધકોએ ભાગ લીધો

પાટણમાં ‘આઝાદીકા અમૃત મહોત્સવ’ અંતર્ગત શનિવારે ગાંધીજીની જન્મ જ્યંતી નિમિત્તે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ખાતે જિલ્લા વહિવટી તંત્ર અને જિલ્લા ન્યાયાલય દ્વારા વિવિધ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કર્યું હતું. જેમાં જિલ્લામાંથી વિવિધ શૈક્ષણિક શાળાઓના 500 સ્પર્ધકોએ ભાગ લઈ પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું. યુનિવર્સિટીના રંગભવન હૉલ ખાતે કલેકટર સુપ્રિતસિંહ ગુલાટી ,ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ડી.એ.હિંગુ , પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની ઉપસ્થિતિમાં સવારે 8 વાગ્યાથી જ ગાંધી જ્યંતીની ઉજવણી મહોત્સવનો આરંભ થયો હતો.

જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ પ્રાચીન અર્વાચીન ગરબા સ્પર્ધા યોજાઈ હતી. જેમાં 100 જેટલા ખેલૈયાઓની અલગ અલગ બાળાઓની ટિમો દ્વારા પ્રાદેશિક લોકગીત પર ગરબાઓ રજુ કરી દર્શકોમાં આકર્ષણ ઉભું કર્યું હતું. રાસ ગરબાની સ્પર્ધાઓમાં 100 ખેલૈયાઓ રાસ ગરબે ઘૂમ્યા હતા. ગ્રંથાલય ખાતે ગાંધીજીના જીવન આધારિત લોકવાર્તાઓ, ભજનો, સમૂહ ગાન જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત વક્તૃત્વ સ્પર્ધા, એકપાત્રીય અભિનય, નિબંધ, કાવ્ય લેખન, પાદપૂર્તિ, ગઝલ-શાયરી લેખન જેવી સ્પર્ધાઓ પણ યોજાઇ હતી.

જેમાં 300 જેટલા સ્પર્ધકો ભાગ લઈ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું. આ મહોત્સવમાં જિલ્લા રમત ગમત અધિકારી વીરેન્દ્ર પટેલ સહિતના વહીવટી તંત્રના અધિકારીઓ,સ્પર્ધકો લઈ આવેલા શિક્ષકો હાજર રહ્યા હતા. દરેક સ્પર્ધામાં પ્રથમ નંબર વિજેતા સ્પર્ધક રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે.કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ ડી.એ. હિંગુએ ગાંધીજીના આદર્શ જીવન ચરિત્રને અપનાવી દેશના આદર્શ નાગરિક બનવા માટે પ્રોત્સાહિત ઉદબોધન કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...