• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • In Patan, The People Of The Deity worshipping Community Went To The Cremation Ground And Celebrated Diwasa By Paying Floral Tributes To The Ancestors.

પૂર્વજોને યાદ કરી હૈયાફાટ રૂદન:પાટણમાં દેવીપૂજક સમાજના લોકોએ સ્મશાનગૃહે જઈ પૂર્વજોને પુષ્પાંજલિ અર્પી દિવાસા પર્વ મનાવ્યો

પાટણ19 દિવસ પહેલા
  • પૂર્વજોની જે જગ્યાએ અંતિમ ક્રિયા કરી હોય તે જગ્યાએ જઈ દીવો, અગરબત્તી, ફુલહાર કરાયા
  • વહેલી સવારથી જ વિવિધ વિસ્તારોમાંથી દેવીપૂજક સમાજના લોકો પાટણ મુકામે ઉમટી પડ્યાં

પાટણ શહેર સહિત દેશભરમાં વસતા દેવીપૂજક સમાજનો મહાપર્વ એટલે દિવાસો. પાટણમાં આજના દિવસે દેવીપૂજક સમાજના લોકોએ સ્મશાનગૃહે જઈ પૂર્વજોને યાદ કરી પુષ્પાંજલિ અર્પી હતી. તેમજ તેમની યાદમાં હૈયાફાટ રૂદન કર્યુ હતું. પાટણ મુકામે આવેલા પિતામ્બર તળાવ સામે બકરાતપુરા વિસ્તારમાં આવેલા સ્મશાનગૃહે દેવીપૂજક સમાજના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં વહેલી સવારથી જ ઉમટી પડયા હતા.

પૂર્વજોને જે પ્રિય હોય તે ચીજ વસ્તુઓ મુકાઈ
સિદ્ધરાજ જયસિંહના સમયથી દિવાસા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. પાટણ શહેર સહિત દેશભરમાં વસતા દેવીપૂજક સમાજના લોકો માટે દિવાસાનો પર્વ તેમના પૂર્વજો, વડવાઓને અંજલિ અર્પીને મનાવવામાં આવે છે. પાટણ શહેરમાં આવેલા પિતાંમ્બર તળાવ સામે બકરાતપુરા વિસ્તારમાં દેવીપૂજક સમાજનું સ્મશાનગૃહ આવેલું છે. જ્યા આજે વહેલી સવારથી જ દેવીપૂજક સમાજના લોકો દુર દુરથી પાટણ મુકામે આવ્યા છે. તેઓના પૂર્વજોની જે જગ્યાએ અંતિમ ક્રિયા કરી હોય તે જગ્યાએ જઈ દીવો, અગરબત્તી, ફુલહાર તેમજ ફળફળાદિ તથા પૂર્વજોને જે પ્રિય હોય તે ચીજ વસ્તુઓ મુકી તેમને સાચા અર્થમાં શ્રદ્વાજંલિ અર્પી હતી.

બહેનો હૈયાફાટ રૂદન કરી પૂર્વજોને યાદ કર્યા
દેવીપૂજક સમાજની બહેનો હૈયાફાટ રૂદન કરી સમાધિ સ્થળે પૂષ્પાંજંલિ અર્પે છે અને તેઓના પૂર્વજોને યાદ કરે છે. આજના દિવસે દેશભરમાં વસતા દેવીપૂજક સમાજના લોકો પહેલો દિવાસો પાટણમાં કરે છે અને બીજો દિવાસો પોત પોતાના વતનમાં અમાસના દિવસે કરે છે. 50થી વધુ બસો મારફતે અમદાવાદ, વડોદરા, સુરત સહિતના વિસ્તારમાંથી પટણી સમાજના લોકો મોટી સંખ્યામાં પુર્વજોને શ્રદ્ધાજંલિ આપવા પાટણમાં ઉમટી પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...