તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:પાટણમાં દીકરીને ભણાવવા સગાઈની ના કહેતાં માતાનું 20 વર્ષનું લગ્નજીવન બગડ્યું

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પતિ પત્નીને એકલી છોડી ઘરના સભ્યો સાથે બહેનના ઘરે રહેવા જતો રહ્યો
  • પરિણીતાએ પાટણ મહિલા પોલીસ મથકે પતિ સહિત 6 સામે ફરિયાદ નોંધાવી

પાટણનાં એક પરિણીતાની દિકરીની સગપણ વાત ચાલતાં દિકરીનો અભ્યાસ કરવાની વાત કરી હતી. ત્યારે બે બાળકો તેમજ પતિ તેની પરિણીતાને છોડીને તેના નણંદના ઘરે જતા રહ્યા હતા. અા અંગે પરણિતાઅે મહિલા પોલીસ મથકે પતિ સહિત 6 સામે ફરિયાદ નોંધાવી છે. પાટણના ગુલશનનગર ખાતે રહેતી કૌશરબાનુ રમજાનમિયાં સિંધીના લગ્ન સમાજના રિતી રિવાજ મુજબ 20 વર્ષ અગાઉ સિંધી મહંમદવારીસ બાબુભાઇ સાથે થયા હતાં. જેમના લગ્ન જીવન દરમ્યાન બે સંતાન છે.

જેમાં મોટી દિકરીનું સગપણ નણંદના ભાણેજ નવસાદ સાથે કરવાની વાત 1 જુનના દિવસે કરી હતી. ત્યારે મહિલાઅે તેની દિકરી હાલ ભણાવવા માંગતી હોઈ અને સગપણ કરવાની ના પાડતાં તામમ લોકો ઉશ્કેરાઇ જઇને કહેવા લાગેલ કે તારી દિકરીનું સગપણ નવસાદ સાથે કરવાનુ છે.

જો તું સગપણ નહીં કરે તો અમારા ઘરે અાવવા દેશુ નહીં અને તને જાનથી મારી નાખીશુ તેવી ધમકીઅો અાપવા લાગ્યા હતા. ત્યાર બાદ ચાર દિવસે બન્ને બાળકો તેમના નંણદના ઘરે ઇદનો તહેવાર ઊજવવા લઇ ગયા હતા. ત્યાર બાદ ચાર દિવસ પછી પતિ નોકરી જવાનુ બહાનુ કરી ઘરેથી નિકળી ગયા બાદ ફોન નહીં ઉપાડતાં મહિલાઅે તેની નણંદને ફોન કરતા કહેલ મારો ભાઇ અમારે ઘરે અાવેલ છે.

અેમ કહીં ફોન કાપી નાખેલ અને ત્યાર સમાજ લોકો પ્રયાસ કર્યા પણ કોઇ ન માનતા હોવાથી પરિણીતાએ રવિવારે પાટણ મહિલા પોલીસ મથકે પતિ સિધી મહંમદવારીસ બાબુભાઇ, ખુજદાબાનુ હુસેનભાઇ સિંધી , અામનાબાનુ ગુલામભાઇ સિંધી, સિરાજભાઇ હુસેનભાઇ સિંધી, નવસાદભાઇ હુસેનભાઇ સિંધી અને સાબિરભાઇ ગુલામભાઇ સિંધી રહે.તમામ ધારીસણા હાલ. મોડાસા સામે ફરિયાદ નોંધાવી હતી. આ કેસની તપાસ લક્ષ્મીબેન જોષી ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...