પ્રતીક ધરણા:પાટણમાં માલધારી સમાજે ઢોર નિયંત્રણ કાયદાનો વિરોધ કરી પ્રતીક ધરણા યોજ્યા

પાટણએક મહિનો પહેલા
  • કલેક્ટર કચેરી સામે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો

ગુજરાત વિધાનસભામાં તાજેતરમાં સરકાર દ્વારા શહેરી વિસ્તારમાં ઢોર નિયંત્રણ કાયદો મંજૂર કરવામાં આવ્યો છે. જેનો માલધારી સમાજ દ્વારા ઠેર-ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે પાટણમાં પણ માલધારી સમાજ દ્વારા આ કાયદાનો વિરોધ કરવામાં આવ્યો હતો. પાટણની કલેક્ટર કચેરી સામે માલધારી સમાજે એક દિવસીય પ્રતીક ધરણા યોજી વિરોધ નોંધાવ્યો હતો. તેમજ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા.

શહેરી વિસ્તારમાં ઢોર નિયંત્રણ કાયદો મંજૂર કરવામાં આવ્યો છે ત્યારે રાજ્યભરમાં માલધારી સમાજ દ્વારા તેનો સખ્ત વિરોધ નોંધાવી આંદોલનનું એલાન આપવામાં આવ્યું છે. જે અનુસંધાને આજે રાજ્યના તમામ જિલ્લાઓમાં કલેક્ટરને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ત્યારે પાટણ માલધારી સમાજ દ્વારા ઢોર નિયંત્રણ કાયદાના વિરોધમાં 'ગાય બચાવો' 'દેશ બચાવો' ના સૂત્રોચ્ચાર પોકારી કલેક્ટર કચેરી સામે પ્રતીક ધરણા કર્યા હતા. જયાં ઢોર નિયંત્રણ કાયદાનો માલધારી સમાજે સખ્ત વિરોધ નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...