તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કર રાજ:પાટણમાં ફરી મકાન-દૂકાનનાં તાળાં તૂટ્યાં

પાટણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખેત બીજ કેન્દ્ર - Divya Bhaskar
ખેત બીજ કેન્દ્ર
  • બે દિવસથી ચોરીનો સિલસિલો યથાવત્, સીસીટીવી કેમેરાની બાજ નજર છતાં તસ્કરો બેફામ બન્યા
  • કલાદર્શન ફ્લેટમાંથી રૂ. 1.30 લાખની ચોરી, ખેત બીજની દુકાનમાંથી આખી તિજોરી જ ઉઠાવી ગયા, એટીએમ તોડવાનો નિષ્ફળ પ્રયાસ

પાટણ શહેરમાં તસ્કરોનો આંતક દિનપ્રતિદિન વધી રહ્યો છે. શહેરમાં બે જવેલર્સમાં 13 કિલો ચાંદીની ચોરીનું પગેરૂ મળ્યું નથી ત્યાં બીજા દિવસે શહેરમાં ઘરમાંથી 1.30 લાખના મુદામાલની ચોરીના બનાવ બાદ રાત્રે એક બેંકના એટીએમ તોડવાનો પ્રયાસ તેમજ એક દુકાનનું તાળું તોડી અંદર રહેલી તિજોરી ન ખુલતા 5500 રૂપિયા અને જરૂરી બીલો અને કાગળો ભરેલ આખી તિજોરી જ ચોરો ઉઠાવી ગયા છે.

એક જ દિવસમાં 3 સ્થળો પર ચોરીના બનાવોને લઇ શહેરમાં તસ્કરોના આતંકને લઇ શહેરીજનો પોતાની મૂડી અને માલની સુરક્ષાનેને લઇ ભયભીત બન્યા છે. ત્યારે શહેરમાં પોલીસના સતત પ્રેટ્રોલિંગ અને સીસીટીવીની બાજ નજર વચ્ચે તસ્કરો બેફામ ચોરીઓને અંજામ આપી રફુચક્કર થઇ રહ્યા પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યાં છે.

ચોરી-1 ખેત બીજ કેન્દ્ર
પાટણ શહેરના ચતુર્ભુજ બાગ પાસે કુણઘેર ખાતે રહેતા પટેલ પિયુષભાઈની ખેત બીજ કેન્દ્ર નામની બિયારણની દુકાન આવેલી છે. જે રાત્રે બંધ કરીને ગયા હતા. ત્યારે રાત્રી દરમ્યાન તસ્કરો દ્વારા દુકાનના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. અને દુકાનમાં કોઈ મુદામાલ કે અન્ય રોકડ ન હોઈ અંદર પડેલ અંદાજે 25 કિલોની તિજોરી ખોલવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અંતે ન ખુલતા તેઓ અંદર મોટી રકમ હોવાની આશાએ આખી તિજોરી જ સાથે ઉપાડીને લઇ ગયા હતા. ત્યારે વહેલી સવારે સામે અન્ય વેપારીને તેમની દુકાન તૂટેલ હોવાનું જોવા મળતા તેમને જાણ કરતા દોડી આવ્યા હતા. અને આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસે વેપારીના નિવેદન આધારે તપાસ શરૂ કરી હતી.

કલાદર્શન ફ્લેટ
કલાદર્શન ફ્લેટ

ચોરી-2 કલાદર્શન ફ્લેટ
પાટણના કલાદર્શન ફલેટ, 13 સેકન્ડ ફલોરમાં રહેતા લલીતકુમાર રંગજીભાઇ શાહનો પરિવાર બહાર ગયો હતો. જ્યાં તારીખ 13/01/2021ના રોજ સવારે 9 :30 કલાકે તે નોકરી ગયેલા હતા. ત્યાંથી સાંજના 5 : 15 કલાકે પરત આવ્યા હતા ત્યારે ખબર પડી કે ઘરના દરવાજાનો નકૂચો તોડીને કોઇ તસ્કરે ઘરમાં પ્રવેશી ઘરમાં પડેલી તિજોરીની ચાવીથી તિજોરી ખોલી તેનો સામાન અસ્થ વ્યસ્થ કરીને બે તોલા સોનાની ચેન જેની કિ.રૂ. 80000 અને રીયલ ડાયમંન્સ સોનાની બુટ્ટી નં-2 જેની કિ.રૂ. 35000 અને રોકડ રકમ રૂ.15000 મળી કુલ રૂ. 1.30 લાખની ચોરી કરી હતી. જયારે આજુ બાજુ બે મકાનના તાળા તુટેલ પણ બહાર ગામ રહેતા હોવાથી કોઇ ચીજવસ્તુઓ ચોરાયેલ ન હતી. આ અંગે બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

એટીએમ તોડ્યું, કંઈ હાથ ન લાગ્યું
એટીએમ તોડ્યું, કંઈ હાથ ન લાગ્યું

ચોરી-3 એટીએમ તોડ્યું, કંઈ હાથ ન લાગ્યું
પાટણના આનંદ સરોવર સામે આવેલ એક્સીસ બેંકના એટીએમને અજાણ્યા તસ્કરો દ્વારા તોડવાનો પ્રયાસ કરાયો હતો. જેમાં મશીન આખું ખોલ્યું હતું. પરંતુ મશીનનું રોકડનું બોક્સ ન તૂટતાં ચોરો અંતે ખાલી હાથે પરત ફર્યા હતા. રોકડ બોક્સ ન ખુલતા બેંકની અંદર રાખેલ રોકડ બચી જવા પામી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો