તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:પાટણમાં પતિએ પ્રેમિકા સાથે મળી પત્નીને મારમારી ઘરેથી કાઢી મૂકી

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિણીતાની મહિલા પોલીસ મથકમાં પતિ સહિત 3 સામે ફરિયાદ

પાટણ શહેરમાં પરિણીતાને તેના પતિ અને પતિની સાથે આડા સંબંધ ધરાવતી સ્ત્રી મળીને પરિણીતાને શારીરીક માનસિક ત્રાસ આપતા પતિએ ગડદાપાટુંનો મારમારી ઘરમાંથી કાઢી મુકતાં મહિલાએ પાટણ મહિલા પોલીસ મથકે પતિ, તેની પ્રેમિકા અને તેણીના પતિ સામે ફરિયાદ નોંધાવી હતી.

હારિજના જોસનાબેન રમેશભાઈ રાવળના લગ્ન 10 વર્ષ અગાઉ ચાણસ્માના ખાંભેલ ગામના ધવલકુમાર ગીરીશભાઈ રાવળ સાથે થયા હતા. લગ્ન બાદ તેઓ પરિવાર સાથે પાટણના શાંતિનગર સોસાયટીમાં રહેતા હતા. લગ્નના એકાદ વર્ષ પછી તેમના પતિ ધવલકુમાર કિરણબેનના પરિચયમાં આવતા તેઓ બંને શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા. પણ પરિવારની ઈજ્જત ખાતર સહન કરતી રહી કોરોના મહામારીમાં આર્થિક પરિસ્થિતિ ખરાબ હતી ત્યારે આ બાબતે જોસનાબેને, કિરણબેનના પતિ દિનેશભાઈને સમગ્ર હકીકત જણાવતાં તેઓ ઉશ્કેરાઈ જઈ મારી પત્નીને કેમ બદનામ કરો છો તેમ કહી ફાવે તેમ બોલવા લાગ્યા હતા. આ બાબતની જાણ પતિ ધવલને થતા પત્નીને ગડદાપાટુંનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ઘરમાંથી કાઢી મુકી હતી.

આ અંગે મહિલાએ તેના પિયર જઈ માતા-પિતાને સમગ્ર બનાવની હકીકત જણાવી હતી બાદમાં પાટણ મહિલા પોલીસ મથકે પતિ રાવળ ધવલકુમાર ગીરીશભાઈ રહે. ખાભેલ, રાવળ કિરણબેન દિનેશભાઈ અને દિનેશભાઈ રાવળ રહે.હાંસાપુર સામે ફરિયાદ નોંધાવી હતી. તેની તપાસ અધિકારી PSI એસ.એમ. રબારી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...