ફરિયાદ:પાટણમાં પતિએ પત્નીને કામે જવાની ના પાડી મારમાર્યો

પાટણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એ ડિવિઝન પોલીસ મથકે પતિ,સાસુ-સસરા સામે ફરિયાદ

પાટણની પરિણીતાને કામે માટે બહાર જવાની ના પાડી પતિએ ગડદાપાટુનો માર મારતાં પરિણીતાએ પાટણ એ ડિવિઝન પોલીસ મથકે પતિ સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવી હતી.પાટણના મીરા દરવાજા ખાતે રહેતા સંગીતાબેન આકાશભાઈ દેવીપુજક શુક્રવારના રોજ કામેથી ઘરે આવેલ અને તે વખતે તેના પતિ આકાશભાઈ બચુભાઈ પટણી તથા સસરા બચુભાઈ વાલજીભાઈ પટણી તથા સાસુ કવિતાબેન બચુભાઈ પટણીએ તારે બહાર ક્યાંય જવાનું નહીં તેમ કહેતાં મહિલા કહ્યું કે હું મારા છોકરાઓ માટે મજૂરી કરું છું,

તમે મને શું આપો તો ઘરે બેસી રહું તેમ કહેતાં તમામ ઉશ્કેરાઈને મહિલાને અપશબ્દો બોલી મહિલાના સાસુએ વાળ પકડી નીચે પાડી પતિએ ગળું પકડીને મહીલાને ગડદાપાટુનો માર્યો હતો. મહિલા બીજા દિવસે તેના પિયર સરસ્વતી તાલુકાના અજીમણા ગામે જઈ સમગ્ર હકીકત તેના પિતા પ્રહલાદભાઈ મંગાભાઈ પટણીને જણાવી હતી. મહીલાને માર માર્યો હોઈ ઘારપુર સિવિલમાં સારવાર હેઠળ ખેસેડી હતી. પાટણ એ ડિવિઝન પોલીસ મથકે મહિલાના નિવેદન આધારે પતિ, સાસુ-સસરા સામે ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...