કામગીરી:પાટણમાં મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા દવાનો છંટકાવ કરવામાં આવ્યો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્યતંત્ર દ્વારા મહોલ્લા વિસ્તારોમાં ફોગિંગ મશીન દ્વારા દવાનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો
  • શહેર મહામંત્રી માનસીબેન ત્રિવેદીની રજૂઆતને ધ્યાનમાં લઇ નગરપાલિકાએ શરૂ કરી કામગીરી

પાટણ શહેરના કેટલાક વિસ્તારોમાં મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચકતા લોકો માંદગીમાં સપડાય છે. ત્યારે સ્થાનિક રાજકીય આગેવાનોની રજૂઆતને ધ્યાનમાં રાખીને નગરપાલિકા અને આરોગ્યતંત્ર દ્વારા મહોલ્લા વિસ્તારોમાં ફોગિંગ મશીન દ્વારા દવાનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે.

પાટણ શહેરના દવેના પાડામાં ડેન્ગ્યુના કેસ સામે આવતા શહેર ભાજપ મહિલા મોર્ચાના મહામંત્રી માનસીબેન ત્રિવેદીની અરજીના અનુંસંધાનમાં પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણાના સહયોગથી ફોગીંગ મશીન દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત શહેર મહામંત્રી માનસીબેન ત્રિવેદીની રજૂઆતને ધ્યાનમાં લઇને નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા શહેરના દોશીવાડા, વરિયાળી વાડામાં રાત્રે ફોગીંગ મશીન દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...