તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ:પાટણમાં મોંઘવારી મુદ્દે કોંગ્રેસે પ્રતીક ધરણાં કરી વિરોધ પ્રદર્શન કર્યું

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કોંગ્રેસના કાર્યકરો દ્વારા ત્રણ ધારાસભ્યોની ઉપસ્થિતમાં સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા
  • મહિલા કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર વિરોધમાં છાજીયા લીધા

પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં પ્રતિક ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં જિલ્લાના તમામ કોંગ્રેસના ધારાસભ્યો જોડાયા હતા.

રાજ્ય વ્યાપી પ્રતીક ધારણાંનો કાર્યક્રમ આપવામાં આવ્યો
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના અગ્રણી અમિત ચાવડાના આદેશ અનુસાર વર્તમાન ભાજપ સરકારના શાસનમાં પેટ્રોલ, ડીઝલ, ગેસ અને મોંઘવારીના મુદ્દે રાજ્ય વ્યાપી પ્રતીક ધારણાંનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જેમાં પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શુક્રવારે પાટણ સિદ્ધપુર ચોકડી પાસે આવેલા કોંગ્રેસ કાર્યાલય નજીક પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા ત્રણ ધારાસભ્યોની ઉપસ્થિતીમાં પ્રતીક ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો. જોકે આ કાર્યક્રમમાં સરકારની ગાઈડલાઈનનું કોઈ પાલન ના થતા સોશિયલ ડિસ્ટનના ધજગરા જોવા મળ્યા હતા.

ત્રણ ધારાસભ્યોની ઉપસ્થિતીમાં પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો
કોગ્રેસના વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ, સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર, રાધનપુર ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોર, ભૂરા ભાઈ સૈયદ સહિત કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...