તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • In Patan, The Captain Of Khilkhilat Ambulance Returned The Purse Full Of Cash To The Patient And Performed His Duty Honestly.

પ્રમાણીકતા:પાટણમાં ખીલખીલાટ એમ્બ્યુલન્સનાં કેપ્ટને રોકડ રકમ ભરેલું પર્સ પેસન્ટને પરત કરી ઈમાનદારી સાથેની ફરજ અદા કરી

પાટણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેશન્ટના સંબંધી ખીલખીલાટ એમ્બ્યુલન્સ પર્સ ભૂલી ગયા હતા
  • સાફ-સફાઈ દરમિયાન કેપ્ટનને મળ્યું

સરકાર દ્વારા જરૂરિયાત મંદ લોકોને સમયસરની આરોગ્ય સારવાર મળી રહે તે માટે કાર્યરત બનાવાયેલ 108 એમ્બ્યુલન્સની સુવિધા અને પ્રસૃતિ મહિલાઓ માટે કાર્યરત કરવામાં આવેલી ખીલખીલાટ એમ્બ્યુલન્સની સેવા ખરેખર જરૂરિયાત મંદ પરિવારો માટે આશિર્વાદ સાબીત થઈ છે. ત્યારે 108 એમ્બ્યુલન્સમાં અને ખીલખીલાટ એમ્બ્યુલન્સમાં સેવાનાં ભાવથી ફરજ બજાવતા સ્ટાફની પણ પ્રમાણિકતા પણ કાબેલેદાદ રહેવા પામી છે. પાટણના વાગડોદ સેન્ટર ઉપર ખીલખીલાટ એમ્બ્યુલન્સમાં કેપ્ટન તરીકે ફરજ બજાવતા વિજયસિંહે પેશન્ટનું પર્સ પરત કરીને ઈમાનદારી સાથેની ફરજ અદા કરી છે.

બુધવારના રોજ પાટણના વાગડોદ સેન્ટર ઉપર ખીલખીલાટ એમ્બ્યુલન્સમાં કેપ્ટન તરીકે ફરજ બજાવતા વિજયસિંહ દિયોદર ધારપુર હોસ્પિટલમાં સારવાર લઈ સ્વસ્થ બનેલી છ માસની માસુમને ડીસા મુકવા માટે ગયાં હતાં અને માસુમ સહિત તેના પરિવારનાં સભ્યોને ડીસા ખાતે તેનાં નિવાસ સ્થાને ઉતારી પોતાની ખીલખીલાટ એમ્બ્યુલન્સ લઈને પરત ફર્યા હતા.

ત્યારબાદ જ્યારે તે ખીલખીલાટ એમ્બ્યુલન્સની સફાઈ કરી રહ્યા હતા ત્યારે એમ્બ્યુલન્સમાં પડેલા પર્સ ઉપર તેમની નજર પડતાં તેઓએ પર્સ લઈને તેમનાં ઉપરી અધિકારીને જાણ કરી પર્સમાંથી મળી આવેલા નંબર ઉપર પેસન્ટને જાણ કરી પર્સમાં રહેલા રોકડ રૂ.9500, એટીએમ કાર્ડ, પાન કાર્ડ તેમજ એક્ટિવાની ચાવી મૂળ માલિકને પરત કરી પોતાની ઈમાનદારી સાથેની ફરજનાં દર્શન કરાવતાં પર્સના માલિક અને તેમનાં પરિવારજનો દ્વારા ખીલખીલાટ એમ્બ્યુલન્સમાં સેવાના ભાવ સાથે પ્રમાણીકતાથી ફરજ બજાવતા કેપ્ટન વિજયસિંહનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...