તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવિન રોડનું ખાતમુહૂર્ત:પાટણમાં સિદ્ધપુર હાઇવેથી માતરવાડી સુધીનો તૂટી ગયેલો રોડ નવીન બનશે

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાટણમાં સિદ્ધપુર હાઇવેથી માતરવાડી સુધીનો નવીન પેવર રોડ માટે પાટણ ધારાસભ્ય દ્વારા ગ્રાન્ટ ફાળવતા બનાવવા માટે ખાત મુહૂર્ત - Divya Bhaskar
પાટણમાં સિદ્ધપુર હાઇવેથી માતરવાડી સુધીનો નવીન પેવર રોડ માટે પાટણ ધારાસભ્ય દ્વારા ગ્રાન્ટ ફાળવતા બનાવવા માટે ખાત મુહૂર્ત
  • રજૂઆતોને પગલે પાટણ ધારાસભ્યએ ગ્રાન્ટ ફાળવી
  • ગુરૂવારે ધારાસભ્યના હસ્તે નવિન રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

પાટણમા સિદ્ધપુર ચોકડી હાઇવેથી હરિહર મહાદેવ મંદિર થઇ માતરવાડી સુધીનો પાકો માર્ગે તૂટી જતાં ખાડા ખડિયાની સાથે ધૂળીયો માર્ગ બન્યો હતો. આ વિસ્તારના રહીશોને પસાર થવામાં મુશ્કેલી પડતી હોઈ પાલિકા સહીત ધારાસભ્યને રજુઆત કરવામાં આવી હતી.

જે અનુસંધાને પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા તેમની ગ્રાન્ટમાંથી નવીન પેવર રોડ માટે ગ્રાન્ટ ફાળવી આપતા ગુરુવારે હરિહર મહાદેવ મંદિર પાસે પાટણ ધારાસભ્ય સહીત કાર્યકરો સાથે મળી નવીન પેવર રોડનું મુહર્ત કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...