હિન્દુ ધર્મમાં હોળી ધુળેટીના પર્વ નિમિત્તે વિવિધ પરંપરાઓ વર્ષોથી ચાલી આવી રહી તેવી જ એક ઈલાજીભાના વરઘોડાની પરંપરા પાટણના મદારસા જિલ્લા યુવક મંડળ દ્વારા આજે પણ જાળવી રાખવામાં આવી છે.
પાટણમાં આ વર્ષે પણ ઈલાજીભાનો વરઘોડાના પ્રસંગ નિમિતે ત્રણ દીવસ દરમ્યાન અલગ અલગ કાર્યક્ર્મનું આયોજન કરવામા આવ્યુ છે. જેમાં રવિવારે 5 માર્ચેથી શરૂ થતાં પ્રસંગમાં મદારસા ચોક ખાતે રાત્રે 8:00 કલાકે આનંદના ગરબા , સોમવારે સવારે ગણેશ સ્થાપના, સાંજે માનતા બાધાથી જોખવાની વિધિ રાત્રે 8:00 કલાકે પંચમ મ્યુઝિકના સથવારે દાંડિયારાસની રમઝટ નિયત સમય મુજબ 7 માર્ચ હોળીના પર્વ મંગળવારે રાત્રે 8:00 કલાકે ઈલાજીભાનો વરઘોડો મદાશા ચોક ખાતેથી નીકળી શહેરના દોશીવટ બજાર, ગોળ શેરી, શારદા સિનેમા, સાલવી વાડા થઈને પરત મદારસા ચોકમાં પરત ફરશે.
ઈલાજીભાની પરંપરા બાળકોને જીવન ચક્ર સમજાવે છે
હોળી ઉપર નવયુવાનો કપડાં, લાકડા અને સૂકા ઘાંસમાંથી ઈલાજીભા (પૂતળું) બનાવે છે. નવા દંપતીઓ અને બાળકો દર્શન કરવાનો લાભ લે છે.આ પ્રથા મૂળ રાજસ્થાનથી ચાલી આવે છે. ઇલાજીભાની પ્રતિમા થોડોક સમય દર્શન માટે રાખ્યા પછી ઇલાજીભાના લગ્ન નક્કી થાય અને લગ્નનો વરઘોડો કાઢવામાં આવે છે. ઇલાજીભા લગ્ન કરી સુખી જીવન જીવે છે. વૃદ્ધત્વ આવે ઘરડા થાય અને મૃત્યુ પામવાની કલ્પના બાદ ઇલાજીભાની સ્મશાનયાત્રા કાઢી અગ્નિસંસ્કાર પણ કરવામાં આવે છે.હોળીના તહેવારમાં આ એક બાબત બાળકોને જીવનચક્રની સમજ પુરી પાડવામાં અગત્યનો ભાગ ભજવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.