• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • In Patan, The Aam Aadmi Party Sent A Petition To The Collector To Ban Liquor, Demanded The Resignation Of The Home Minister And The Chief Minister.

લઠ્ઠાકાંડનો વિરોધ:પાટણમાં આમ આદમી પાર્ટીએ દારૂ બંધી કરાવવા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું, ગૃહમંત્રી અને મુખ્યમંત્રીના રાજીનામાની માગ કરી

પાટણ13 દિવસ પહેલા
  • જો દારૂ વેચાશે તો આમઆદમી પાર્ટી જનતા રેડ કરશે તેવી ચીમકી ઉચ્ચારી

પાટણ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા બરવાળા લઠ્ઠાકાંડના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જે ગેરકાયેદસર દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને દારૂનું વેચાણ કરી રહેલા બુટલેગરોને જે રાજકીય પીઠબળ મળી રહ્યું છે તેને ડામવામાં આવે તેવી માગ કરી છે. તેમજ ગુજરાતમાં દારૂબંધીનું ચુસ્તપણે પાલન કરવામાં આવે અને જો સરકાર આવું કરવામાં અસક્ષમ છે તો મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ પોતાની નૈતિક જવાબદારી સમજીને રાજીનામું આપવું જોઈએ તેવી રજૂઆત કરી હતી. કલેક્ટર કચેરી પરિસરમાં "દારૂ હટાવો ગુજરાત બચાવો" ના નારા લગાવ્યાં હતા.

દારૂના ધંધાઓ બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરશું
આદમી પાર્ટી ગુજરાત OBC સેલ પ્રમુખ દિનેશજી ઠાકોરે જણાવ્યું હતું કે, સરકારના ઈશારે ગામે ગામ દારૂ વેચાઈ રહ્યો છે. સરકારના ઈશારે પોલીસ તંત્ર પણ નાચી રહ્યું છે. દુઃખની વાત છે કે ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં દારૂ વેચાઈ રહ્યો છે. દારૂના ધંધાઓ બંધ નહીં થાય તો અમારે રસ્તા ઉપર ઉતરી ઉગ્ર આંદોલન કરવુ પડશે. તેમજ કહ્યુ કે, હું અમારા કાર્યકરોને કહું છું કે તમારા ગામમાં દારૂ વેચાતો હોય તો એવા બુટલેગરોને બહાર પાડો અને પોલીસને જાણ કરો. તેમજ જોપોલીસ કાર્યવાહીના કરે તો અમારા જેવા આગેવાનોને જાણ કરો. અમે જનતા રેડ કરીશું. પાર્ટી વતી રેડ કરીશું. દારૂ બંધી કરીને જ રહીશું.

આ તકે આમ આદમી પાર્ટી ગુજરાત OBC સેલ પ્રમુખ દિનેશજી ઠાકોર, સ્પોર્ટ્સ વીંગ પ્રદેશ પ્રમુખ રવિ પ્રજાપતિ, પ્રમુખ પ્રશાંત ચૌધરી, પાટણ જિલ્લા પ્રમુખ દેવેન્દ્ર પટેલ, પાટણ વિધાનસભા સંગઠનમંત્રી નિકેશ ઠાકોર, સ્વયં સાલવી, બાબુજી ઠાકોર અને પ્રભાતસિંહ ઠાકોર સહિત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...