મતદાર જાગૃતિ અભિયાન:પાટણમાં શિક્ષકોએ 'મારો મત મારો અધિકાર' અંતર્ગત બાઈક રેલી યોજી ફરજીયાત મતદાનનો સંદેશ આપ્યો

પાટણ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કલેક્ટરે લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવ્યું

આગામી તા.19 ડિસેમ્બરના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનાર છે. ત્યારે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે અંગે જાગૃતિ કેળવવા મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત બાઈક રેલી યોજવામાં આવી હતી. કલેક્ટર કચેરી ખાતેથી પાટણ તથા સરસ્વતી તાલુકાના પ્રાથમિક તથા માધ્યમિક શાળાના શિક્ષકો દ્વારા બાઈક રેલી યોજાઈ હતી.

પ્રાંત અધિકારી તથા સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીના માર્ગદર્શન હેઠળ 'મારો મત મારો અધિકાર' અંતર્ગત યોજાયેલી બાઈક રેલીને જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી તથા નાયબ જિલ્લા કલેક્ટર (ચૂંટણી) જે.એમ.તુવર દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી શહેરના ત્રણ દરવાજા વિસ્તાર સુધી યોજાયેલી આ બાઈક રેલીમાં 150 જેટલા શિક્ષકોએ ભાગ લીધો હતો. જેમાં મારો મત મારો અધિકાર, મતદાન અવશ્ય કરો, મારો મત નિર્ણાયક મત જેવા પ્લેકાર્ડ્સ દ્વારા મતાધિકારનો ઉપયોગ કરવા જનજાગૃતિ કેળવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...