વેક્સિનેશન:પાટણ તાલુકામાં વેક્સિનેશનમાં પ્રથમ ડોઝ 80 % અને બીજો ડોઝ 53% લોકોએ લીધો

પાટણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બંને ડોઝ આપવામાં સૌથી વધુ 65 ટકા કામગીરી મણુંદ આરોગ્ય કેન્દ્રમાં થઈ

વેક્સિનેશન કાર્યક્રમ હેઠળ પાટણ તાલુકામાં અત્યાર સુધીમાં 80 ટકા લોકોને પ્રથમ જ્યારે 53 ટકા લોકોને કોરોના રસીના બંને ડોઝથી આવરી લેવાયા છે.શહેરમાં પ્રથમ ડોઝમાં 87% લોકોને જ્યારે બીજા ડોઝમાં 54% લોકોને આવરી લેવાયા છે. પાટણ શહેર અને તાલુકામાં રસીકરણ ઝુંબેશ વેગવંતુ બનાવવા છેલ્લા એક મહિનામાં મહત્તમ વેક્સિનેશન કરાયું છે. પાટણ શહેરી વિસ્તારમાં દરેક વોર્ડમાં આરોગ્ય સ્ટાફ,અન્ય કર્મચારીઓ, નગરપાલિકાના કોર્પોરેટરો તેમજ અન્ય કાર્યકર્તાઓને પણ મહત્તમ વેક્સિનેશન માટે કામે લગાડ્યા હતા.

શહેરી વિસ્તારમાં હવે માત્ર 20% લોકો પ્રથમ રસીથી વંચિત છે જ્યારે બીજા વેક્સિન આપવામાં 46 % લોકો બાકી હોવાથી તેના માટે સક્રીય રીતે કામગીરી હાથ ધરવામાં આવી છે.પાટણ તાલુકામાં આવેલા સાત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પૈકી મણુંદ અને રણુજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં 70 % કરતા ઓછું વેક્સિનેશન થયું છે, તે સિવાય બાલીસણા બોરસણ ડેર ધારણોજ કુણઘેર આરોગ્ય કેન્દ્રમાં 70 ટકાથી વધારે વેક્સિનેશન થયું છે .જોકે બંને ડોઝ આપવામાં સૌથી વધુ 65 ટકા કામગીરી મણુંદ આરોગ્ય કેન્દ્રમાં થઈ છે. જ્યારે બોરસણ અને કુણઘેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં 50 % થી ઓછી રસીકરણ થઈ શક્યું છે તેવું તાલુકા આરોગ્ય કચેરી ના સૂત્રોએ જણાવ્યું હતું.

પાટણ તાલુકામાં રસીકરણ

પ્રા.આ.કેન્દ્રપ્રથમ ડોઝબંને ડોઝ
બાલિસણા74.40%58.00%
બોરસણ74.0 %40.20%
ડેર77.10%58.40%
ધારણોજ79.60%51.00%
કુણઘેર70.8 %47.90%
મણુદ65.50%63.30%
રણુજ69.50%54.30%
કુલ ગ્રામ્ય73.20%51.60%
અન્ય સમાચારો પણ છે...