અરજદારો પરેશાન:પાટણ તાલુકામાં 40 ટકા તલાટીની ઘટથી હાલાકી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જગ્યા ભરવા માટે મહેકમ વિભાગમાં રજુઆત કરાઈ

પાટણ તાલુકાના ગામોમાં 40 ટકા તલાટીઓની જગ્યાઓ ખાલી હોઈ અરજદારોને કામ અર્થે હાલાકી પડી રહી હોઈ સત્વરે ખાલી જગ્યાઓ ભરવા જિલ્લા મહેકમ વિભાગ સહિત સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી.

પાટણ તાલુકાના ગામોમાં તલાટીઓની જગ્યાઓ ખાલી હોઈ બેથી વધુ ગામોમાં એક તલાટીને ચાર્જ આપવામાં આવતા કામના ભારણને લઇને તલાટીઓ ગામમાં જ હાજર ના રહી શકતાં અરજદારોને સામાન્ય કામ માટે અને સહિ સિક્કા માટે ભારે હાલાકી પડી રહી હોઈ જે ગામોમાં ખાલી તલાટીઓની જગ્યા સત્વરે ભરવામાં આવે તેવી પાટણ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતી મોરચાના મહામંત્રી પરમાર નરેશભાઈ દ્વારા રાજ્ય સરકારના મંત્રી તેમજ પાટણ જિલ્લા પંચાયતના મહેકમ વિભાગમાં રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...