કોરોના ઇફેક્ટ:પાટણમાં સોડા શોપવાળા અને ફ્રૂટના વેપારીને કોરોના, બે કોરોના સંક્રમિત વેપારીઓએ મુલાકાતી ગ્રાહકોની ચિંતા વધારી

પાટણ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મીરાપાર્કમાં સોડા શોપનો ફેરિયો અને છબીલા હનુમાન પાસે રાજ ટેનામેન્ટમાં રહેતો ફ્રૂટનો વેપારી સંક્રમિત
  • શહેરમાં વધુ બે કેસ સાથે આંક 18, જિલ્લામાં કુલ 77 , વધુ બે વૃદ્ધા અને બે યુવતીઓ સાજા થતાં કુલ 61 સ્વસ્થ, 10 દર્દીઓ દાખલ

પાટણ શહેરમાં શુક્વારે શહેરના મીરાપાર્કમાં રહેતા સોડા શોપવાળા અને રાજ ટેનામેન્ટમાં રહેતા ફ્રૂટના વેપારીના સેમ્પલ લેવામાં આવતાં રિપોર્ટ પોઝિટિવ આવતા શહેરમાં કેસનો કુલ આંક 18 તો જિલ્લાનો 77 પર પહોંચ્યો છે. ગુરુવારે બે નવા ગામોમાં કેસ આવતા ગામોને સીલ કરી દર્દીઓના કોન્ટેક્ટમાં આવેલ કુલ 333 લોકોને ક્વોરન્ટાઇન કરાયા હતા. કોરોના સંક્રમિત વધુ બે વૃદ્ધા અને બે યુવતીઓ કોરોનાને હરાવતા હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. શહેરના છબીલા હનુમાન મંદિર પાસે આવેલ રાજ ટેનામેન્ટમાં રહેતા 36 વર્ષિય પુરુષ બિમાર થતાં ધારપુર દાખલ કરાયા હતા અને કફ સહિતના લક્ષણો જણાતાં તેમનું ધારપુર ખાતે સેમ્પલ લેવાયું હતુ. તેમજ કન્ટેન્ટમેન્ટ ઝોન મીરા પાર્ક વિસ્તારમાં રહેતા 37 વર્ષના પુરુષને કફ સહિતના લક્ષણો જણાતાં જનતા હોસ્પિટલ ખાતે સેમ્પલ લેવાતા બન્નેના રિપોર્ટ પોઝિટિવ આવતા વધુ બે કેસ નોંધાયા હતા. ત્યારે વધુ એક નવીન રાજ ટેનામેન્ટ વિસ્તારમાં કોરોના પ્રવેશ કરતા પાલિકા દ્વારા સૅનેટાઇઝિંગ કરી તંત્ર દ્વારા વિસ્તારને સીલ કરી આરોગ્ય વિભાગે સર્વેલન્સ શરૂ કર્યો હતો. જિલ્લામાં શુક્રવારે 74 નવા સેમ્પલ લેવામાં આવ્યા હતા. 69 શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.125 રિપોર્ટ પેન્ડિંગ છે.

કમલીવાડા અને રણાસણના દર્દીના સંપર્કમાં આવેલા 333 લોકો ક્વોરન્ટાઈન 
ચાણસ્માના રણાસણ ગામના દર્દીના ક્લોઝ સંપર્કમાં આવેલા ક્લોઝ કોન્ટેક્ટના 11 ને ફેસીલીટી સેન્ટર ખાતે અને 200 લોકોને હોમક્વોરન્ટાઇન કરાયા હતા. કમલીવાડા ગામના દર્દીના ક્લોઝ કોન્ટેક્ટ 11 ને ફેસીલીટી સેન્ટર અને 106 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરાયા હતા. કમલીવાડા ગામના દર્દીના રહેણાંક વિસ્તાર ધનાપુરા, ગોકુળપરુ અને અંબિકાનગર મળી કુલ 80 ઘરોના 228 લોકોના વિસ્તારને તેમજ રણાસણમાં દર્દીના રહેણાંક વિસ્તાર ખારાપરૂને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયો હતો.  

કોરોના સંક્રમિત દર્દીને સારવાર માટે સોંપવાનો ઇન્કાર કરતાં પોલીસ બોલાવાઇ 
મીરાપાર્ક વિસ્તારમાં નોંધાયેલ કોરોના સંક્રમિત વ્યક્તિ શહેરમાં સોડા શોપ ચલાવે છે.તેના સેમ્પલ બાદ તે ઘરે હતો. જેથી રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગ તેને લેવા જતાં પરિવારના સભ્યોએ દર્દી ન હોવાનું કહી છુપાવી દીધો હતો.જેથી આરોગ્યની ટીમે પોલીસને બોલાવી દર્દીને અંદરથી બહાર કાઢી સારવાર માટે લઇ ગયા હોવાનું એક આરોગ્ય ટીમના સૂત્રોએ જણાવ્યું હતુ.

કોરોના સંક્રમિત દર્દીને સારવાર માટે સોંપવાનો ઇન્કાર કરતાં પોલીસ બોલાવાઇ 
મીરાપાર્ક વિસ્તારમાં નોંધાયેલ કોરોના સંક્રમિત વ્યક્તિ શહેરમાં સોડા શોપ ચલાવે છે.તેના સેમ્પલ બાદ તે ઘરે હતો. જેથી રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગ તેને લેવા જતાં પરિવારના સભ્યોએ દર્દી ન હોવાનું કહી છુપાવી દીધો હતો.જેથી આરોગ્યની ટીમે પોલીસને બોલાવી દર્દીને અંદરથી બહાર કાઢી સારવાર માટે લઇ ગયા હોવાનું એક આરોગ્ય ટીમના સૂત્રોએ જણાવ્યું હતુ.

બે વૃદ્ધા અને બે યુવતીઓને કોરોનાને હરાવતાં ધારપુર સિવિલમાંથી રજા અપાઈ
સમીના નાની ચંદુર ગામે બહારથી આવેલ 60 અને 68 વર્ષની બંને વૃદ્ધા સહિત શંખેશ્વરની 18 અને પાડલા ગામની 16 વર્ષની યુવતીઓ કોરોના સંક્રમિત થતાં ધારપુરમાં સારવાર અર્થે ખસેડાઇ હતી. ત્યારે ચારેયની સારવાર બાદ સ્વસ્થ થતાં જનતા હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. કુલ 77 કેસ પૈકી 61 દર્દીઓ સ્વસ્થ થયા છે અને 6 દર્દીઓના મોત થતા હાલમાં કુલ 10 દર્દીઓ સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...