• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • In Patan, Shiva Devotees Offered Various Substances Including Bilipatra, Milk And Water To The Lord, Shivalayams Resounded With The Sound Of Bhole.

હર હર મહાદેવ:પાટણમાં શિવ ભક્તોએ ભગવાનને બિલિપત્ર, દૂધ અને જળ સહિત વિવિધ દ્રવ્યો અર્પણ કર્યા, શિવાલયો ભોલેના નાદથી ગૂંજી ઉઠ્યા

પાટણ10 દિવસ પહેલા
  • શ્રાવણ માસના પ્રથમ દિવસે શિવાલયોમાં હરહર ભોળાનાથનો નાદ ગુંજ્યો

આજે શુક્રવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. ત્યારે પ્રથમ દિવસે શહેર સહિત સમગ્ર જિલ્લાનાં શિવમંદિરોમાં શિવભક્તો ભગવાનની પૂજા અર્ચના અને અભિષેક કરી ધન્યતા અનુભવી હતી.

ભક્તોએ ભગવાનનો અભિષેક કરી ધન્યતા અનુભવી
પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતા પાટણ શહેરમાં સિધ્ધનાથ મહાદેવ, બગેશ્વર મહાદેવ, નીલકંઠ મહાદેવ, ગુપ્તેશ્વર મહાદેવ, ત્રિપુરારેશ્વર મહાદેવ, મલેસ્વર મહાદેવ, સિધેશ્વર મહાદેવ, જબરેસ્વર મહાદેવ, લોટેશ્વર મહાદેવ, ગૌકણેશ્વર મહાદેવ, મહાષૉકાન્ત મલહારે મહાદેવ, જાળેશ્વર મહાદેવ, આનંદેશ્વર મહાદેવ, સહિત સિદ્ધપુરના વટેશ્વર મહાદેવ, બ્રહ્માંડેશ્વર મહાદેવ, અરવડેશ્વર મહાદેવ, અડીયા ગામે દૂધેશ્વર મહાદેવ, મુજપુર ગામે લોટેશ્વર મહાદેવ ઝિલિયા ગામે ઝિલેશ્વર મહાદેવ સહિતના શિવમંદિરોમાં શિવભક્તો ભગવાનને બિલિપત્ર દૂધ અને જળ સહિત વિવિધ દ્રવ્યો અર્પણ કરી ભગવાનનો અભિષેક અને સેવા પૂજા કરી ધન્યતા અનુભવી હતી. આમ શ્રાવણ માસના પ્રથમ દિવસે શિવાલયોમાં હરહર ભોળાનાથ અને ઓમ નમ શિવાયના નાદ ગુજયો હતો.

અન્ય સમાચારો પણ છે...