તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • In Patan, Rs 35,000 Was Spent On An Arthritic Farmer Who Was Confused By A Passenger In An Eco vehicle Without Number Plate.

પોકેટ માર:પાટણમાં નંબર પ્લેટ વગરની ઇકો ગાડીમાં બેસાડી મુસાફરનાં સ્વાંગમાં આવેલા ગઠિયા ખેડૂતના રૂ.35,000 સેરવી ગયા

પાટણ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બનાવને અંજામ આપી મુસાફરને માર્ગ પર ઉતારી ઈકો ગાડી ભગાવી મૂકી
  • ભોગ બનનાર મુસાફરની અરજી આધારે પોલીસે તપાસ હાથ ધરી

પાટણ શહેરમાં અગાઉની જેમ એક જ મોડસ એપરેન્ડીથી એક ખેડૂતને નંબર વગરની ઇકો ગાડીમાં મુસાફરોના સ્વાંગમાં સવાર થયેલા લોકોએ બેસાડ્યા હતા. તેમજ તેનાં ખીસામાંથી સિફ્ત પૂર્વક રૂ.35,000ની રોકડ રકમ સેરવી રોડ વચ્ચે ઉતારી ફરાર થયા હોવાની ઘટના પોલીસ દફતરે નોંધાવા પામી છે.

ગામ જવા માટે એક ઇકો કારમાં બેઠા અને રૂપિયા ખોયા
પાટણ તાલુકાનાં ખિમીયાણા ગામનાં જગદીશભાઈ નાથાભાઈ ચમાર બુધવારના રોજ પોતાનો રજકો વેચવા પાટણનાં નવાગંજ બજારમાં આવ્યા હતા. અને તેઓ તેમની રીક્ષામાં માલ પાટણ ગંજમાં લાવીને પેઢી ખાતે હરાજીમાં વેચીને રૂ.36,000 ની રકમ મેળવી હતી. બાદમાં રીક્ષાને મોકલી દઈ જગદીશભાઈ નવાગંજ પાસેથી પોતાને ગામ જવા માટે એક ઇકો કારમાં બેઠા હતા.

પેન્ટનાં ખીસામાં જોયું તો પૈસાનું બંડલ ગાયબ
નંબર પ્લેટ વગરની ઇકો પાટણ ચાણસ્મા હાઈવે પર રેલવે ઓવરબ્રીજ ઉપર પહોંચી ત્યારે ઈકોમાં પાછળની સીટ પર બેઠેલાઓએ જગદીશભાઇને ઉતરી જવા કહ્યું હતુ. કારણ કે તેઓને બેસતાં ફાવતું નથી. આથી જગદીશભાઈ પુલ ઉપર ઉતરી ગયા હતા. બાદમાં તેમણે તેમના પેન્ટનાં ખીસામાં જોયું તો તેમનાં પૈસાનું બંડલ ગાયબ હતું. જેમાં રૂ.35,000 હતા. તેઓએ ઇકોની પુછપરછ કરવા છેક લીલીવાડી સુધી ગયા હતા. પરંતુ કોઇ મળ્યું નહોતું. આથી તેઓએ પાટણ પોલીસ મથકે પહોંચી સધળી હકીકત જણાવી રોડ ઉપર લગાવેલા સી.સી.ટી.વી.ના કુટેજ જોવાનું કહેતા પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા તપાસતાં ઉપરોક્ત માર્ગ પરથી નંબર પ્લેટ વગરની ઇકો ગાડી જતી જોવા મળી હતી.

શહેરમાં અગાઉ આવી કેટલીક ઘટનાઓ આજ પ્રકારે બની
પરંતુ અંદર બેઠેલા શખ્સો જોઈ શકાતા નહોતા. બાદમાં પોલીસને ભોગ બનનાર જગદીશભાઈની અરજી લઈને આગળની તપાસ હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે, પાટણ શહેરમાં અગાઉ આવી કેટલીક ઘટનાઓ આજ પ્રકારે બની ચુકી છે. અને બનાવને અંજામ આપનારાં લોકો મુસાફરને લૂંટી લીધા બાદ જે માર્ગ પર સી.સી.ટી.વી. કેમેરા ન હોય ત્યાં જ ગાડી ઉભી રાખી મુસાફરને ઉતારી દેતાં હોવાનું પોલીસ તંત્ર દ્વારા માર્ગો પર કાયૅરત કરવામાં આવેલી સીસીટીવી કેમેરાનાં કુટેજ જોતા ખાસ ધ્યાને આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...