છેતરપિંડી:પાટણમાં લોનની લોભામણી લાલચ આપી યુવાનનાં ખાતાંમાંથી રૂ.2.41 ઉપાડી છેતરપિંડી કરાઈ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેતરપિંડીનો ભોગ બનનાર યુવાને બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

પાટણ શહેરમાં ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બનાર લોકોની સંખ્યામાં દિનપ્રતિ દિન વધારો થઇ રહ્યો છે ત્યારે વધુ આવો એક કિસ્સો પાટણ શહેરના યુવાનને દસ લાખ લોનની લોભાવણી લાલચ આપીને તેના ડોક્યુમેન્ટ મેળવીને તેના ખાતા માંથી રૂ.2 લાખ 41 લાખની ઓનલાઇન છેતરપિંડી કરી હોવાની ઘટના પાટણ બી ડીવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પ્રકાશમાં આવવા પામી છે.

આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ શહેરના દેવ ક્રિષ્ણા બંગ્લોઝમા રહેતા ભવાનજી ચુંડાજી ઠાકોરના મોબાઇલ નંબર ઉપર તારીખ 17થી 20/08/2021 નારોજ કોઇ અજાણ્યા મોબાઇલ નંબર ઉપરથી ફેસબુકના પેજ ઉપર રિલાયન્ય કંપનીના નામથી ખોટી જાહેરાત મુકી તેના કર્મચારી હોવાની ઓળખાણ આપી રીલાયન્સ કંપનીના ખોટા આઇડી કાર્ડ બનાવી સિનિયર મેનેજર અને સિનિયર એક્ઝિક્યુટિવ કર્મચારી હોવાની ઓળખ બતાવી ગ્રાહકને રૂ.10 લાખની લોન આપવાની લોભાવણી લાલચ આપી તેમના ડોક્યુમેન્ટ મેળવીને તેમનો ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર કરાવી ઠગાઇ કરવાના બદ ઇરાદે વિશ્વાસ અને ભરોસામાં લઇને ખાતામાંથી કુલ રૂ. 2 લાખ 41 હજાર 539નુ ટ્રાન્સફર લઇ છેતરપિંડી આચારી હતી.

આ બનાવનો ભોગ બનનાર યુવાન દ્વારા પાટણ બી ડીવિઝન પોલીસ મથકે બે અજાણ્યા મોબાઇલ કરનાર અને તેના આઈ ડી ખાતા નંબર સામે ફરીયાદ નોંધાવતા પોલીસે સાઈબર ક્રાઇમની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ અધિકારી પી.આઇ એસ.એ.ગોહિલે ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...