અનોખુ સ્નેહમિલન:પાટણમાં રાવળ સમાજે સ્નેહમિલન સાથે બ્લડ ડોનેશન કેમ્પ અને મા કાર્ડ કાઢી આપવાનો કેમ્પ યોજ્યો

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્નેહમિલન કાર્યક્રમમાં મહા બ્લડ ડોનેશન કેમ્પ સાથે માં કાર્ડ પણ કાઢી આપવામાં આવ્યા
  • રક્તદાતાઓને પ્રોત્સાહન માટે દરેક રક્તદાતાને સમિતિ દ્વારા 2.5 લાખનો સ્વાસ્થ્ય વીમો પણ કાઢી આપવામાં આવ્યો

પાટણ ખાતે ભદ્ર રામપીરની વાડીમાં રવિવારે સમસ્ત રાવળદેવ યોગી સમાજ દ્વારા નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન સાથે જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી થવાના આશ્રય સાથે ત્રીજો મહા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બપોર સુધીમાં 40 થી વધુ લોકોએ રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે પાટણ સહિત જિલ્લામાંથી રાવળ સમાજના અગ્રણીઓ સ્નેહમિલનમાં ઉપસ્થિત રહી સમાજના વિકાસ અંગે અને આગામી સમયમાં સમાજને કેવી રીતે વધુ ઉપયોગી બની શકાય તે અંગે ચિંતન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં વિશેષ રક્તદાન કરનાર સૌ રક્તદાતાઓ માટે સમાજની આયોજક સમિતિ દ્વારા પ્રોત્સાહનના ભાગરૂપે અઢી વર્ષ સુધી 2.5 લાખનો આરોગ્ય લક્ષી વીમો લેવામાં આવ્યો હતો. વીમો ઉપરાંત તેમના સ્વાસ્થ્યના રક્ષા કવચ માટે મા કાર્ડ પણ કાઢી આપવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં રાવળદેવ યોગી સમાજના અગ્રણી ભાણજીભાઈ રાવળ , વિજયભાઈ રાવળ પ્રહલાદભાઈ રાવળ , ખેગારભાઇ યોગી તથા સમસ્ત રાવળદેવ યોગી સમાજના આગેવાનો અને સમાજ હિતેચ્છુ લોકો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...