આપના ગુજરાત પ્રભારીની સભા:પાટણમાં રાઘવ ચઢ્ઢાએ કહ્યું- 'ભાજપ સામે હવે આપનો જંગ છે, કૉંગ્રેસને મત આપી બગાડતા નહીં'

પાટણ17 દિવસ પહેલા

પાટણમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર લાલેશ ઠક્કરના સમર્થનમાં આપના રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ડા ની મંગળવારે સભા યોજાઈ હતી.જેમાં સભા સંબોધતા જણાવ્યું હતું કે .ભાજપ અને કોંગ્રેસ બંને ઉપર પ્રહાર કર્યા હતા. જેમાં ભાજપના જૂના ડબલ એન્જિન સરકારના બદલે ગુજરાતમાં મોંઘવારી અને ભ્રષ્ટાચાર દૂર કરવા માટે હવે નવા એન્જિનની જરૂર છે. ભાજપને મત આપશો તો તેમના નેતાઓના દીકરા મોટા બનશે સામાન્ય વર્ગ ગરીબ જ રહેશે.

ભાજપ વાળા કહે છે કે કેજરીવાલ રેવડી વેચે છે તો ભાજપના નેતાઓ અને મંત્રીઓને મફતમાં વીજળી પેટ્રોલ અને સુવિધાઓ મળે છે તે રેવડી નથી. લોકોને મળે તો એમાં શું વાંધો છે. તો કોંગ્રેસ મામલે જણાવ્યું હતું કે કોંગ્રેસ ગુજરાતમાં હારે છે હવે ભાજપ અને આપ વચ્ચે જંગ છે કોંગ્રેસને મત આપી મત બગાડતા નહિ.

અન્ય સમાચારો પણ છે...