તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:પાટણમાં શ્વાન ચોર સમજી જીપમાં આવેલી ટોળકીને લોકોએ ભગાડી

પાટણ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
કૂતરા ચોર સમજી જીપમાં આવેલા શખ્સોને લોકોએ ભગાડી મુક્યા. - Divya Bhaskar
કૂતરા ચોર સમજી જીપમાં આવેલા શખ્સોને લોકોએ ભગાડી મુક્યા.
  • શહેરમાં શ્વાન ચોર ટોળકી ફરતી હોવાનું અફવા બજાર ગરમ
  • મહિલાઓને કૂતરાંએ બચકાં ભરતાં સ્થાનિકોએ જ બોલાવ્યા હોવાનું બહાર આવ્યું

શહેરમાં ખાનગી ગાડીમાં ચારથી પાંચ લોકોની ટિમ મહોલ્લા, પોળોમાંથી શ્વાનો પકડી ગાડીમાં ભરી લઇ જતા હોવાનું રહીશોને માલુમ પડતા વિરોધ કરી ધમકાવતા ટોળકી રવાના થઇ હતી. બનાવને લઈ શહેરમાં અફવા બજાર ગરમાયું હતું. તો થોડા સમય પહેલાં જ કૂતરાંએ વિસ્તારની બે મહિલાઓને બચકાં ભરતાં સ્થાનિકોએ જ કૂતરાં પકડવા બોલાવ્યા હોવાનું બહાર આવતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

પાટણ શહેરમાં ગુરૂવારે રાજવંશી સોસાયટી પાસે એક પીકઅપ ગાડીમાં ત્રણ યુવાનોની ટોળકી કોઈને પણ કહ્યા વગર રખડતા શ્વાનોને પકડી ગાડીમાં ભરતા જોવા મળ્યા હતા. ત્યારે શ્વાન પ્રેમીઓ દ્વારા ગાડી રોકાવી કોની પરવાનગીથી શ્વાનો પકડવા આવ્યા છો જેવા વિવિધ સવાલો કરતા એક પણ સવાલના સરખા જવાબ ન આપતા લોકોને શ્વાનો ચોરી કરી લઈ જતા હોવાનું જણાતાં ધમકાવ્યા હતા અને ડરના માર્યા શખ્સો ગાડી લઇ સ્થળ રવાના થઇ ગયા હતા. જો કે આ વિસ્તારમાં થોડા સમય પહેલાં મહિલાઓને કૂતરાંએ બચકાં ભરતાં પકડવા માટે બોલાવ્યા હોવાનું તેમજ કૂતરાંના નિર્ભર માટે રૂપિયા નક્કી કરાયાનું પણ બહાર આ‌વ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...