તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:પાટણમાં મે મહિનાના પહેલા દિવસે 155 કેસ સામે185 દર્દી સ્વસ્થ થયા

પાટણ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • સતત 10 દિવસથી વધી રહેલ કેસ આંક 200થી ઘટી 155 પર ઉતર્યો

પાટણ જિલ્લામાં એપ્રિલ માસમાં રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા છે. ત્યારે સતત નવા કેસો કરતા 50 ટકા દર્દીઓ સ્વસ્થ થવાના આંકડાઓ આવતા હતા.પરંતુ ગત 20થી 30 એપ્રિલ સુધી સતત 156 થી 210 સુધી નોંધાયેલ કેસ બાદ આજે નવા માસના આરંભમાં જ કોરોનાના 155 કેસ સામે કુલ 185 દર્દીઓ સ્વસ્થ થયા છે. શનિવારે જિલ્લામાં વધુ 115 કેસ નોંધાયા હતા.

જેમાં પાટણ શહેરમાં 38, સુજનીપુર 3, માંડોત્રી , બોરસણ, હાંસાપુર, રામનગર, ધારપુરમાં 2-2 સહિત તાલુકામાં 65 કેસ, સિદ્ધપુર શહેરમાં 17, બીલીયા ગામમાં 3, વાઘરોલમાં 2, સહિત અન્ય ગામોમાં મળી તાલુકામાં 32 કેસ, સાંતલપુરમાં 2 સહિત તાલુકામાં 5 કેસ, રાધનપુર શહેરમાં 3, કમાલપુર 2 સહિત તાલુકામાં 8 કેસ,ચાણસ્મા સેવાળા ગામમાં 3, કંબોઇ ગામમાં 2 સહિત તાલુકામાં 10 કેસ, સરસ્વતીમાં સરીયદ, મેસર, સોટાવડ, કાતરા, સમાલ અને ગોળીવાડ ગામમાં 2-2 સહીત તાલુકામાં 17 કેસ, હારીજ શહેરમાં 3, અન્ય ગામોમાં મળી તાલુકામાં 9 કેસ, સમીમાં 3 સહિત તાલુકામાં 7 કેસ, શંખેશ્વરમાં સિપુર અને ધનોરા ગામમાં 1-1 કેસ મળી જિલ્લામાં 155 કેસ નોંધાતા કેસ આંક 8505 થયો હતો. 24 કલાકમાં વધુ 937 ટેસ્ટ કરાયા હતા. 754 નેગેટિવ આવ્યા હતા.એક્ટિવ કેસ 1787 થયા છે.

ઉત્તર ગુજરાતમાં 848 કેસ, 55 મોત
મહેસાણા : ઉત્તર ગુજરાતમાં શનિવારે પાટણના 115 સહિત કોરોનાના 848 કેસ નોંધાયા હતા. જ્યારે કોરોનાથી 53નાં મોત થયાં હતાં.મહેસાણા જિલ્લામાં શનિવારે કોરોનાના 431 કોરોના કેસ નોંધાયા હતા. મહેસાણાના વૈકુઠધામ અને નિજધામમાં કોરોના ગાઈડ લાઈન પ્રમાણે 24 અને વિસનગર સાર્વજનિક સ્મશાન ગૃહમાં 15 મળી 39ના અંતિમ સંસ્કાર કરાયા હતા.
પાલનપુર: બનાસકાંઠામાં 198 કેસ નોંધાયા હતા.જ્યારે 3ના મોત થયા હતા.
હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં શનિવારે નોંધાયેલ કુલ 104 પોઝિટિવ કેસ પૈકી હિંમતનગરમાં 52, ઇડરમાં 09, ખેડબ્રહ્મા 04, પ્રાંતિજમાં 17, તલોદ 20, પોશીના અને વિજયનગરમાં 1-1નો સમાવેશ થાય છે. સામે 94 ડિસ્ચાર્જ કરાયા હતા જ્યારે 9 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા.
અરવલ્લી: જિલ્લાના માલપુર ગ્રામ પંચાયતના ક્લાર્ક અને માલપુર શહેરના દેવનારાયણ કિરાણા સ્ટોરના વેપારી સહિત ચારના મોત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો