તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એડવાન્સ વેરો:પાટણ પાલિકામાં નવા વર્ષના પ્રથમ દિવસે રૂ. 5. 14 લાખ એડવાન્સ વેરો ભરાયો

પાટણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
  • એપ્રિલ માસમાં સંપૂર્ણ વેરો ભરનારને ચાલુ મિલકત વેરામાં 10% વળતર અપાશે

પાટણ નગરપાલિકા દ્વારા વર્ષ 2021-22 ના એડવાન્સ વેરા સ્વીકારવાની કામગીરી 1 લી એપ્રિલના રોજથી પાટણ નગરપાલિકાના વેરા શાખામાં શરૂ કરવામાં આવી છે. ત્યારે પ્રથમ દિવસે જ પાટણ શહેરના મિલકત ધારકો મોટી સંખ્યામાં પોતાના એડવાન્સ વેરા ભરપાઇ કરવા પાલિકા ખાતે કોરોનાની ગાઈડલાઈન સાથે કતારબંધ ઉભેલા જોવા મળ્યા હતા. પ્રથમ દિવસે પાટણ નગરપાલિકાને એડવાન્સ વેરા પેટે રૂ. 5.14લાખની આવક થઈ હોવાનું વેરા શાખાના સૂત્રોએ જણાવ્યું હતું.

પાટણ નગરપાલિકાના વેરા શાખાના અધિકારી લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું હતું કે પાણી વેરો અને ડ્રેનેજ વેરો એડવાન્સ ટેક્ષ પેટે વસૂલાતો હોય તારીખ 1 એપ્રિલથી 30 એપ્રિલ સુધીમાં એડવાન્સ વેરો ભરનાર મિલકત ધારકોને ઉપરોક્ત વેરા પેટે કોઈ નોટિસ ફી વધારાની ભરવાની નહીં થાય, એપ્રિલ માસ પછી મિલકત ધારકો દ્વારા ઉપરોક્ત વેરો ભરપાઇ કરવામાં આવશે તો તેવા મિલકતદારો પાસેથી પાણી વેરા પેટે વધારાની 20% નોટિસ ફી અને ડ્રેનેજ વેરા પેટે 10% નોટીસ ફ્રી સાથે વસુલાત કરવામાં આવશે. જ્યારે એપ્રિલ માસમાં મિલકત ધારક પોતાના તમામ વેરા ભરપાઇ કરશે તેવા મિલકતધારકોને ચાલુ મિલકત વેરામાં 10% વળતર આપવામાં આવશે તેવું તેઓએ જણાવ્યું હતું. ગયા વર્ષમાં પાલિકાને 14 કરોડની વેરા વસૂલાત થઈ હતી. પાટણમાં એડવાન્સ વેરો ભરનારની સંખ્યામાં વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો