તાલીમાર્થીઓની નિમણૂક:પાટણ પાલિકામાં 45 એપ્રેન્ટિસ માટે 445 અરજીઓ આવી, 80નાં ઈન્ટરવ્યૂ લેવાયા

પાટણ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક વર્ષ માટે ઓફિસ આસિસ્ટન્ટ ઓપરેટરની જગ્યાનાં ઇન્ટરવ્યૂ

પાટણ નગરપાલિકામાં 2021માં લેવાયેલા 40 એપ્રેન્ટિસ તાલીમાર્થીઓની મુદત પૂરી થતાં તેમના સ્થાને નવા 45 તાલીમાર્થીઓનેરાખવા માટે મંગાવાયેલી અરજીઓ અંતર્ગત 445 જેટલી અરજીઓ આવી હતી. જે પૈકી 220 જેટલા પાટણના સ્થાનિક હોય તેવા ઉમેદવારોને અલગ તારવવામાં આવ્યા હતા.

તેમાંથી 80 જેટલા ઉમેદવારોના ઇન્ટરવ્યૂ પાટણ નગરપાલિકા ખાતે યોજાયા હતા. કોમ્પ્યુટર ઓપરેટર અને બેંક ઓફિસ આસિસ્ટન્ટની 45 જગ્યાઓ કે જે એક વર્ષ માટેની વેલીડીટી ધરાવે છે. તેવી આ એપ્રેન્ટિસની જગ્યા માટે બોલાવ્યા હતા.

ઈન્ટરવ્યૂ દરમિયાન ચીફ ઓફીસર પંકજભાઈ બારોટ, પ્રમુખ સ્મીતાબેન પટેલ, ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિ, લીગલ કમિટીનાં ચેરમેન હિનાબેન શાહ, પક્ષનાં નેતા દેવચંદભાઇ પટેલ તથા કર્મચારી પ્રકાશ રાવલ તથા અન્યો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...