તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:પાટણમાં 4000થી વધારી રસીના 10000 ડોઝ અપાયા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાટણ સિવિલમાં વેક્સિન લેવા માટે લોકોનો ઘસારો થતા ટોકન પદ્ધતિથી રસીકરણ કરાયું. - Divya Bhaskar
પાટણ સિવિલમાં વેક્સિન લેવા માટે લોકોનો ઘસારો થતા ટોકન પદ્ધતિથી રસીકરણ કરાયું.
  • કલેક્ટર સહિતના અધિકારીઓ વેક્સિનેશન વધારવા જિલ્લાના ગામડાં ફરી રહ્યા છે સામે વેક્સિન ડોઝની સતત ઘટ વર્તાઈ
  • જિલ્લામાં હજુ તો માંડ 40% લોકોએ રસીના બંને ડોઝ લીધા, 60% લોકો વેક્સિન માટે પ્રતિક્ષામાં, રસી લેવા લોકો ઉમટતાં પાટણ સિવિલમાં ટોકન અપાયાં

છેલ્લા દશેક દિવસથી પાટણ જિલ્લાને વેક્સિન નો મર્યાદિત જથ્થો મળતો હતો. જે ઘટીને વેક્સિનનો જથ્થો 4000 ડોઝ જેટલો થઈ ગયો હતો જેના કારણે રસીકરણ પણ 50 ટકા જેટલું ઘટી ગયું હતું. પરંતુ અઠવાડિયા બાદ ફરીથી રસીના 10000થી વધુ ડોઝ મળ્યા હતા જેના કારણે રસીકરણ વધીને સાંજ સુધીમાં 8485 થયું હતું. અઠવાડિયા બાદ પાટણ જિલ્લાને કોરોના પ્રતિરોધક રસીના 10000થી વધુ ડોઝ મળતા શનિવારે સાંજે 5:00 સુધીમાં 8485 લોકોએ રસી લીધી હતી. એટલે કે 84.85 % લોકોએ વેક્સિન લીધી હતી. હવે રજીસ્ટ્રેશન વગર જ રસી મળતી હોવાથી લોકોનો ઘસારો વધ્યો છે.

પાટણ સિવિલ હોસ્પિટલમાં રસી લેવા માટે એક સાથે લોકો દોડી આવતા ટોકન પદ્ધતિ અમલમાં મૂકી રસી આપવામાં આવી હતી.શનિવારે 10000 ડોઝ મળવાથી રસીકરણ વધીને સાંજ સુધીમાં 8485 થયું હતું. શનિવારે 116 કેન્દ્રો પર વેક્સિનેશન કરવામાં આવ્યુ હતું. કેન્દ્ર પર રસીનો જથ્થો અગાઉના દિવસો કરતા વધારે આપવામાં આવ્યો હતો. પણ 1500થી વધુ ડોઝનો વપરાશ થયો ન હોવાથી પેન્ડિગ રહ્યા હતા. જે બાકીના દિવસોમાં ઉપયોગમાં લેવાશે.

પાટણમાં રસીકરણ
બગવાડા143
વી.કે.ભૂલા155
આનંદ સરોવર81

ટીબી આરોગ્ય નીધી

80
ન્યુ રેડ ક્રોસ ભવન97
એ.પી.એમ સી110
નવા બસ સ્ટેશન67
યુનિવર્સિટી49
જનરલ હોસ્પિટલ303

અર્બન 2 કો વેક્સિન

128

1000 ડોઝની રાહત
પાટણમાં 4000થી વધારી 10 હજાર ડોઝ કરાતાં એકંદરે રસી લેનારાઓમાં રાહત થઈ છે.

કલેકટર અને ડીડીઓ ગામડા ફરી રહ્યા છે સામે વેક્સિનની શોર્ટેજ
ગામડાઓમાં વેક્સિનેશન વધે તે માટે ઉચ્ચ અધિકારીઓ ગામડામાં ફરી રહ્યા છે જિલ્લા કલેક્ટરે શનિવારે હારીજ તાલુકાના ગામડાની મુલાકાત લીધી હતી. જ્યારે જિલ્લા વિકાસ અધિકારીએ ચાણસ્મા તાલુકાની મુલાકાત દરમિયાન વધુમાં વધુ વેક્સિનેશન થાય તે માટે લોકો અને અધિકારીઓ સાથે ચર્ચા મસલત કરી હતી. પરંતુ બીજી તરફ પર્યાપ્ત જથ્થામાં વેક્સિન મળી રહી નથી શનિવારે 10000 ડોઝ જથ્થો મળ્યો હતો. તેમાં 85% રસીકરણ થઈ ગયું હતું.

હજુ તો લાબી મજલ કાપવાની છે
જિલ્લામાં 18 વર્ષથી વધુ ઉંમરના કુલ 14,16,059 લોકો રસી લેવા પાત્ર છે. આ પૈકી 4,05,773 લોકોનું વેક્સિનેશન થયું છે. જ્યારે 10,10,286 લોકોને વેક્સિન લેવાની બાકી છે.આ જોતાં હજુ લાબી મજલ કાપવાની બાકી છે.45 વર્ષોથી વધુ વયમાં 50.2 % લોકોએ પ્રથમ જ્યારે 40.6% લોકોએ બંને ડોઝ લીધા છે. જ્યારે 18 વર્ષોથી વધુ વયમાં 17.3% લોકોએ જ પ્રથમ ડોઝ લીધો છે.

બીજો ડોઝ લેનારાની સંખ્યા વધુ
શનિવારે 18 વર્ષથી મોટી ઉંમરના 5095 લોકોએ રસી લીધી હતી. 45 વર્ષથી વધુ ઉંમરના 3179 લોકોએ વેક્સિન લીધી હતી. જેમાં પ્રથમ ડોઝ કરતા બીજો ડોઝ વધારે લોકોએ લીધો હતો. 22 હેલ્થ કેર વર્કર અને 189 ફ્રન્ટલાઈન વર્કરે બીજો ડોઝ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...