મગફળી ખરીદીના શ્રીગણેશ:પાટણ માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોને પ્રથમ દિવસે 1000થી 1161ના ભાવ મળ્યા, ગત વર્ષની સરખામણીએ 150 વધુ બોલાયા

પાટણ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે પ્રથમ દિવસે 142 બોરીની આવક થઈ

પાટણ શહેરના માર્કેટયાર્ડમાં ગુરુવારથી મગફળીની ખરીદીના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ દિવસે 142 બોરી મગફળી નો આવક થઈ હતી. જયારેગત વર્ષની સરખામણીએ આ વખતે અંદાજે રૂ 150 નો ભાવ વધારો જોવા મળ્યો હતો. આગામી સમય માં માર્કેટયાર્ડમાં મગફળીની આવક વધશે. બીજી બાજુ લાભપાંચમથી ટેકાનાભાવે મગફળીની ખરીદી શરૂ થશે.

પાટણ જિલ્લાના ખેડૂતો મગફળીની ખેતી તરફ વળ્યા છે.ત્યારે જિલ્લા માં 1800 હેકટર વિસ્તારમાં મગફળીનું વાવેતર થાય છે.જેમાં સૌથી વધુ સિધ્ધપુર પંથકમાં 920 હેકટર અને સરસ્વતીમાં 455 હેકટર વિસ્તારમાં વાવેતર થયું છે.

પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ગુરુવારે વેપારીઓએ મગફળીની ખરીદીના શ્રી ગણેશ કર્યા હતા. જેમાં પ્રથમ દિવસે 142 બોરી મગફળીનો આવક થઈ હતી જેની ભાવ 1000 થી 1160 સુધીના પડ્યા હતા.જયારે ગત વર્ષે રૂ 900થી આસપાસના ભાવ પડયા હતા. એટલે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ખેડૂતોને રૂ150 નો ભાવ વધારો મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...