તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:પાટણ બજારમાં દુકાન આગળ કચરો નાખી ગંદકી કરતા 18 વેપારી દંડાયા

પાટણ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 18 લારીઓવાળાને પાણી ઢોળવા બદલ દંડ

પાટણ શહેરની બજારમાં હિંગળાચાચરથી ત્રણ દરવાજા સુધી 24 જેટલા દુકાનોના વેપારીઓને દુકાન આગળ કચરો ઠાલવીને કે રાત્રે સળગાવતા હોવાથી પાટણ નગરપાલિકા દ્વારા રૂપિયા 200 પ્રમાણે દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે 18 જેટલી લારીઓવાળાને પાણી ઢોળવા કે ગંદકી કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો.

પાટણ શહેરમાં બજાર બંધ થયા બાદ રાત્રે વોડૅ ઇન્સ્પેક્ટર અને સ્ટાફ તપાસમાં નીકળ્યા હતા.ત્યારે દુકાનોની આગળ કેટલાક વેપારીઓએ કચરો નાખેલો જણાયો હતો.જેને પગલે પાલિકાએ વેપારીઓ પાસેથી રૂ.200 વહીવટી ચાર્જ વસુલ કરીને કુલ રૂ.8500 દંડ વસૂલ્યા હતો. જ્યારે વોર્ડ ઇન્સ્પેક્ટરે 19 જેટલા વેપારીઓએ અને 18 જેટલી લારીઓવાળાના ધંધાના સ્થળે પડેલા કચરાના ફોટા પાડ્યા હતા.બાદમાં તેમને દંડની પાવતીઓ આપી હતી વેપારીઓને માસ્ક સોશિયલ ડિસ્ટન્સ અને હવે દુકાનો આગળ થતા કચરાના દંડ મળતા હોવાથી વેપારીઓ અકડાઈ રહ્યા છે.

આ અંગે ચીફ ઓફિસર પાંચાભાઇ માળીએ જણાવ્યું કે સતત સ્વચ્છતા અભિયાન ચાલતું હોવા છતાં વેપારીઓ દુકાનની આગળ ખુલ્લામાં કચરો ફેંકી દે તે યોગ્ય નથી. કચરા નિકાલ માટેની પાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે તેનો ઉપયોગ કરવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો