તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ:પાટણમાં મા અમૃતમ કાર્ડની એજન્સીએ 9 ઓપરેટરોને છુટા કરતા રઝળી પડયાં

પાટણ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાટણમાંમાં અમૃતમ કાર્ડની એજન્સીએ 9 ઓપરેટરોને છુટા કરતા આવેદન આપ્યું - Divya Bhaskar
પાટણમાંમાં અમૃતમ કાર્ડની એજન્સીએ 9 ઓપરેટરોને છુટા કરતા આવેદન આપ્યું
  • એજન્સી દ્વારા 9 ઓપરેટરોને રાત્રે ટેલિફોન કરી છૂટા કર્યાની જાણ કરતાં રોષ ભભૂક્યો
  • ઓપરેટરોએ કલેક્ટરને આવેદનપત્ર આપી નોકરી પર પરત લેવા રજૂઆત કરી

પાટણ જિલ્લામાં મા અમૃતમ યોજનાના કાર્ડ કાઢતા જિલ્લાના 9 ઓપરેટરોને એજન્સી દ્વારા છુટા કરવામાં આવતા મહામારીની સ્થિતિમાં બેકાર બનતા મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે એજન્સી દ્વારા ફરી ફરજ પર લેવામાં આવે તેવી માંગ સાથે કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

પાટણ સહીત રાજ્યમાં સરકાર દ્વારા ગરીબ પરિવારો માટે માં અમૃતમ યોજના અને મા વાત્સલ્ય યોજના શરૂ કરી હતી. જિલ્લામાં આ યોજનાના લાભાર્થીઓને તાલુકાની મામલતદાર કચેરીઓમાં એટીવીટી સેન્ટરો પર મા અમૃતમ કાર્ડની કામગીરી લેનાર એજન્સી દ્વારા રાજ્ય સહિત પાટણ જિલ્લામાં કાર્ડ કાઢતા 9 ઓપરેટરોને ટેલિફોનિક જાણ કરી અચાનક છૂટા કરી દેવામાં આવતાં ઓપરેટરો કોરોના મહામારીમાં બેકાર બન્યા છે. તાલુકાઓમાં મા અમૃતમ કાર્ડ યોજના ચાલુ છે. અને તમામ તાલુકાઓમાં એટીવીટી સેન્ટરમાં મા અમૃતમ કાર્ડ કાઢવાની કામગીરી ચાલુ છે.

ત્યારે ચાલુ કામગીરી વચ્ચે અગમ્ય કારણોસર એજન્સીએ ઓપરેટરોને કામમાંથી છુટા કરી દેતા રોજી છીનવાઇ જતા તેઓની હાલત કફોડી બની હોવાની આપવીતી સાથે ઓપરેટરોએ બુધવારે પાટણ કલેક્ટર કચેરી ખાતે પહોચી આવેદનપત્ર આપી પરત લેવામાં આવે તેવી રજુઆત કરી છે.ઓપરેટર મુકેશ ચૌહાણે જણાવ્યું હતું કે વર્ષ 2012 થી અમે આ યોજના સાથે જોડાયેલા છીએ ગત મોડી રાત્રે ટેલિફોનિક જાણકારી આપી તમામ ઓપરેટરોને છુટા કરી દેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...