પાટણની એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ચોરીના બે બાઇક સાથે એક શખ્સને આબાદ ઝડપી લીધો હતો. જે બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લામાં બનતા મીલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સારૂ જિલ્લા પોલીસવાડા દ્વારા કરાયેલી સુચના અનુસંધાને પાટણ એલસીબી પીઆઇ આર.કે.અમીનના સીધા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમ પાટણ ટાઉનમાં પેટ્રોલીંગમાં હતા. આ દરમિયાન બાતમી હકીકત મળેલ કે,એક ઇસમ ગઈ કાલે આર.સી.બુક વગરનુ મોટર સાયકલ વેચવા ફરતો હતો અને આજે પણ ફરે છે અને તેને બ્લેક કલરનુ શર્ટ પહેરેલ છે અને નંબર પ્લેટ વગરનુ હીરો કંપનીનુ સ્પેન્ડર પ્લસ મોટર સાયકલ છે તેમજ ઉપરોકત હકીકતવાળો ઇસમ રાજપુર – પાટણના પાટીયે મોટર સાયકલ સાથે હાજર છે જે હકીકત આધારે એલસીબી ટીમે ઉપરોક્ત સ્થળે પહોંચી ઈસમને ચોરીના બે મોટરસાયકલ સાથે પકડી તેની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા તેને પોતાનું નામ હેતુભાઇ જીલુભાઇ રહે ગાજદીનપુરા તા.સમી જી.પાટણ હોવાનું જણાવ્યું હતું. પોલીસે હીરો કંપનીનુ સ્પેન્ડર પ્લસ મો.સા નં.GJ-03-LH-0187 કિ.રૂ.45 હજાર અને હીરો કંપનીનુ સ્પેન્ડર પ્લસ મો.સા.નં.GJ-36-A-0422 કિ.રૂ.50 હજાર એમ મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.95 નો જપ્ત કરી આગળ ની કાર્યવાહી પાટણ તાલુકા પોલીસે હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.