તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:પાટણમાં લક્ષ્મીજીને રૂ. 80,000ની નોટોની આંગી

પાટણ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હે માં લક્ષ્મી તમારી કૃપા સદૈવ વરસાવતાં રહેજો, પાટણમાં ભક્તોએ મા લક્ષ્મીને વિનવ્યાં

શહેરના નવાગંજમાં આવેલ લક્ષ્મી માતાના મંદિરમાં ધનતેરશ નિમિતે લક્ષ્મી માતાની ચલણી નોટોની આંગી કરવામાં આવી હતી. જેમાં 1 રૂ.ની 100,2 રૂ.ની 200, 5 રૂ.ની 100,10 રૂ.ની 100,20 રૂ.ની 200,50 રૂ.ની 100,100 રૂ.ની 100, 200 રૂ.ની 100, 500 રૂ.ની 75 અને 2000 રૂ.ની 5 મળી કુલ 1080 નોટો અને કુલ રકમ 86500 રૂ.ની નવીન ચલણી નોટોની માતાજીને આંગી કરી ભક્તોના દર્શન માટે મંદિર ખુલ્લું મુકવામાં આવતા ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

કોરોના સંક્રમણ અટકાવવા મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર બંધ રાખવા નિર્ણય લેવાયો હતો. જ્યાં ભક્તોની લાગણીને માન આપી દિવાળીના તહેવારમાં ભક્તો માટે મંદિર ખુલ્લુ રાખવા નક્કી કરાયું હતું. ધન તેરસના દિવસે સોશિયલ ડિસ્ટન્સ સહિત કોરોનાની ગાઈડ લાઈન સાથે ભક્તોને દર્શન માટે પ્રવેશ આપવામાં આ‌વ્યો હતો. ભક્તોએ ધન તેરસના પર્વે લક્ષ્મી માતાજીને વિનવી તેમની કૃપા વરસાવતા રહે તેવી પ્રાર્થના કરી હતી. પાટણ શહેર ઉપરાંત પંથકમાંથી ભક્તો ઊમટી પડ્યા હતા અને દર્શનનો લાભ લીધો હતો.

ચલણી નોટોની વિગત

 • 86500 રૂપિયાની આંગી
 • 1086 કુલ નોટોની આંગી
 • 100 રૂ. 1 ની નોટો
 • 200 રૂ. 2 ની નોટો
 • 100 રૂ.5 ની નોટો
 • 100 રૂ.10 ની નોટો
 • 200 રૂ.20 ની નોટો
 • 100 રૂ.100 ની નોટો
 • 75 રૂ.500 ની નોટો
 • 05 રૂ.2000 ની નોટો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો