તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:પાટણમાં ખિમિયાણાના ખેડૂતને ઈકો ગાડીમાં બેસાડી રજકો વેચાણના 35000 સેરવી લીધા

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈકોમાં વચ્ચેની સીટમાં બેસાડી ખેડૂતને પાટણના બ્રિજ નજીક ઉતારી દીધા હતા
  • ઈકોમાં સવાર અજાણ્યા પાંચ શખ્સો રોકડ ચોરી જતાં બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ

પાટણ ગંજબજારમાં રજકો વેચી રોકડ રૂ. 35000 લઇ ખેડૂતો બુધવારે બપોરે અજાણી ઇકોમાં બેઠા હતા જ્યાં 5 શખ્સોઅે ગાડીમાં વચ્ચેની સીટમાં બેસાડી ખીસ્સામાંથી રોકડ છેરવી લઇને બેસતા ફાવતુ નથી તેમ કહિને નીચે ઉતારી નાશી છૂટ્યા હતા. અા અંગે ખેડૂતે પાટણ બી ડીવીઝન પોલીસ મથકે અજાણ્યા પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.ખીમીયાણા ગામે રહેતા જગદીશભાઇ નાથાભાઇ ચમાર રજકોના ચાર કટ્ટાં પાટણ ગંજબજારમાં તારીખ 09/06/2021 નારોજ ભરાવ્યા હતા.

જેની વેચાણ કિંમત કિ.રૂ. 35000 રોકડ લઇને બપોર 01 કલાકે ખીમીયાણા જવા નિકળ્યા હતા તે વખતે સફેદ કલરની અજાણી ઇકો ગાડીમાં પાંચ અજાણ્યા શખ્સો અાવ્યા હતા. જગદીશભાઈ ઇકો ગાડીમાં વચ્ચેની સીટમાં બેસતાં બાજુમાં બેઠેલ વ્યક્તિએ કહેલ કાકા મારો મોબાઇલ દબાઇ જવાથી તૂટી જશે થોડા ઉભા થાઅો તેમ કહેતાં તેઅો થોડા ઉભા થયા હતા. તે વખતે ઇકો ચાલકે જગદીશભાઇને પાટણ ગોલ્ડન બ્રીજ નજીક ઉતારી દીધા હતા અને ગાડી લઇને લીલીવાડી તરફ ભાગી છૂટ્યા હતા.

જગદીશભાઈએ ખિસ્સામાં તપાસ કરતાં રોકડ રકમ જણાઈ ન હતી. અા ચોરીનો ભોગ બનેલા જગદીશભાઇઅે પાટણ બી ડીવિઝન પોલીસ મથકે અજાણ્યા 5 શખ્સો સામે ચોરીનો ગુનો નોંધાયો હતો. આ કેસની તપાસ પીઅેસઅાઇ અે.અેન.ડામોર ચલાવી રહ્યા છે.

પાટણમાં ઈકોમાં બેસાડી ચોરીની ઘટના વધી
પાટણ શહેરમાં ઈકો ગાડીમાં બેસાડી મુસાફરના સ્વાંગમાં ખેડૂતોની રકમ સેરવી લેવાની ઘટનાઓ વધી છે. અગાઉ પણ આવા કિસ્સા નોંધાઈ ચુક્યા છે. તાજેતરમાં જ એક ખેડૂતને પાટણ શહેરના તિરૂપતિ માર્કેટમાં યુવાને છરી બતાવી ખેત પેદાશ વેચાણનાં નાણાં લૂંટી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...