આંદોલનની ચીમકી:પાટણ કેન્દ્રિય વિદ્યાલયમાં ધોરણ 11 નો વર્ગ મંજૂર ન થતા 35 છાત્રોને મજબૂરીએ ખાનગી શાળાઓમાં ભણવા જવું પડશે

પાટણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર સુધી રજુઆત કરી હોવા છતાં કોઇ કાયૅવાહી ન થતા વાલીઓની આંદોલનની ચીમકી

પાટણ ખાતે કાર્યરત કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરતા ધો 10 વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક સત્રથી ધો 11 માં અભ્યાસ માટે વર્ગ મંજૂર કરવામાં આવેલ ન હોય મજબુરી વશ 35 વિદ્યાર્થીઓને અન્ય જિલ્લામાં કે ખાનગી શાળાઓમાં પ્રવેશ લેવાની ફરજ પડશે ભવિષ્ય સામે જોખમ સર્જાશે તેવી ચિંતા હોય વાલીઓ દ્વારા વર્ગ મંજૂર કરવાની માંગ સાથે ગાંધીનગર સુધી રજુઆત કરી હોવા છતાં કોઇ કાયૅવાહી ન થતા બાળકોના ભવિષ્ય માટે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

વાલી મંડળ દ્વારા આ બાબતે ત્રણ મહિનાથી પાટણ જિલ્લા કલેકટર , ગાંધીનગર કેન્દ્રીય વિદ્યાલયની રીજ્યોનલ ઓફીસ , પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ , પાટણના સંસદસભ્ય ભરતસિંહ ડાભી , ભાજપના સ્થાનિક આગેવાનો સહિતને વાલી મંડળ મળી નવા શૈક્ષણિક સત્રથી ધો 11 નો વર્ગ શરુ કરવા કેન્દ્રીય વિદ્યાલય શરૂ કરવા રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવી રહ્યું હોય વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...