આત્મહત્યા:પાટણમાં કાકોશીના યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

પાટણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સગાઈ બાદ અણબનાવથી પગલું ભર્યું

સિધ્ધપુર તાલુકાના કાકોશીના યુવકે યુવતીની સગાઈ કંઈક બીજે કરી હોવાનું જણાવતા લાગી આવતા તેના પિતાને શનિવારે રાત્રે ફોન કરી છેલ્લા રામ રામ મારી સગાઈ કરેલ બૈરી બીજે સગાઈ કરી લીધી છે.તેવું કહીને પાટણ ટીબી ત્રણ રસ્તા નજીક ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.કાકોશી ગામે રહેતા બાદલભાઈ ઉફે બલો છગનભાઈ દેવીપુજક (ઉ. વ.21) તેઓ પાટણ ખાતે જીસીબી ચલાવવા ડ્રાઇવર તરીકે સાત માસથી નોકરી કરતા હતા. એક વર્ષ અગાઉ સિદ્ધપુરના સમોડા ગામે અરુણાબેન દેવીપૂજક સાથે સગાઈ નક્કી કરી હતી.

આ સગાઈ બાદ બંને વચ્ચે ટેલીફોનિક વાતચીત થતી હતી બંને વચ્ચે કંઈક અન બનાવ બનતા યુવાને શનિવારે રાત્રે પાટણ ટીવી ત્રણ રસ્તા નજીક ના પેટ્રોલ પંપની સામે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. મૃતકના પિતા છગનભાઈ ભાદરભાઈ દેવીપૂજકે અકસ્માતે મોતનો ગુનો નોંધાવતાં તપાસ અધિકારી પીએસઆઇ વીએસ પટેલે હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...