વર્ષો જૂની પરંપરા:પાટણમાં જાળેશ્વર મહાદેવના આભૂષણોના પટારાને વાજતે ગાજતે ટ્રેકટરમાં મૂકી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણથી છ કિલોમીટરના અંતરે આવેલ પાલડીનાં પ્રાચીન જાળેશ્વર દાદાના સાનિધ્યમાં તળ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહમણ સમાજના પરીવારો દ્વારા પરંપરાગત બે દિવસીય ભવાઈવેશ યોજવામાં આવે છે. ત્યારે બે દિવસીય ભવાઈ વેશના પ્રારંભ પૂર્વે આજે ભાદરવા સુદ ચૌદસના પાવન દિવસે સમાજના લોકો જાળેશ્વર દાદાના આભૂષણોની યજમાન હરેશભાઈ આચાર્યના નિવાસસ્થાને વિશેષ પૂજાવિધી કરી હતી. ત્યારબાદ દાદાના આભૂષણોના પટારાને વાજતે ગાજતે બદલાતા સમયની સાથે ટ્રેકટરમાં મુકી તેની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જે શોભાયાત્રાએ પાલડી મુકામે પ્રસ્થાન કર્યુ હતું.

ભવાઈવેશની ઝાંખી કરાવી
છેલ્લા 252 વર્ષથી પાટણ શહેરમાં વસતા તળઔદિચ્ય બ્રાહમણ સમાજના 45 પરીવારો પોતાના સ્વખર્ચે ભાદરવા સુદ ચૌદસથી બેદિવસીય ભવાઈ વેશના વિવિ પાત્રો ભજવે છે. જે અનુસંધાને આજે જાળેશ્વર દાદાના આભૂષણો મામલતદાર કચેરી ખાતેથી લાવી મહારાજ હરેશભાઈ આચાર્યના નિવાસસ્થાને તેની વિશેષ પૂજાવિધી કરાઈ હતી. ત્યારબાદ વાજતે ગાજતે શણગારેલ ટ્રેકટરમાં આભૂષણનો પટારો મુકી જુનાગંજ ચોક ખાતે લાવવામાં આવ્યો હતો. જયાં સમાજના ભવાઈ વેશ કરતા યુવાનોએ તલવારબાજી તેમજ અન્ય ભવાઈવેશની ઝાંખી કરાવી હતી.

પરંપરાને આજેપણ અકબંધ
ત્યારબાદ આ શોભાયાત્રાને પાલડી મુકામે વાજતે ગાજતે પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ શોભાયાત્રા શહેરના જુનાગંજ બજાર થઈ બગવાડા દરવાજા, રાજમહેલ રોડ થઈ પાલડી મુકામે જાળેશ્વર મહાદેવ મંદિરના પરીસર ખાતે પહોંચી હતી. તો આ ભવાઈ વેશ અંગે પુજારી હરેશભાઈએ વિશેષ પ્રકાશ પાડયો છે. તો આજે રાત્રીના સમયે જાળેશ્વર દાદાના સાનીધ્યમાં મંગલીપ પ્રગટાવી ભવાઈવેશનો પ્રારંભ કરવામાં આવશે. ભવાઈ એટલે ભગવાન આસુતોષને ભાવથી પ્રગટ કરવાની કિત તેવો ભાવ સમાજના લોકો માને છે. આ બે દિવસીય ભવાઈવેશમાં સૌ પ્રથમ ગણપતિ, કાબો, ગોરખજોગણી, મીયાબીબી, ઝંડોઝુલણ, કાળકા, ભોયભોયણ, જુઠ્ઠણ જેવા ભવાઈવેશ સંગીતના તાલે રજુ કરવામાં આવે છે. આમ પાટણનાં તળ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહમણ સમાજના પરીવારોએ સેંકડો વર્ષ જુની વડવાઓની પરંપરાને આજેપણ અકબંધ જાળવી રાખી છે.

અન્ય સમાચારો પણ છે...