તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુષ્કર્મની ફરિયાદ:પાટણમાં પરિણીતાને મિત્રતા રાખવી ભારે પડી, યુવક પરિણીત હોવા છતાં મહિલાને અંધારામાં રાખી કુકર્મ આચર્યું

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલા ઘરેથી જતી રહેતાં તેની માતાએ ગુમ થવાની ફરિયાદ નોંધાવી
  • પોલીસ તપાસમાં મહિલા મળ્યા બાદ દુષ્કર્મની ફરિયાદ કરી

પાટણમાં બે પરિણીત યુલગને મિત્રતા રાખવી ભારે પડી છે. યુવક અને મહિલા બંન્ને પરિણીત હોવા છતાં બંન્ને પ્રેમમાં પડ્યા હતા. યુવક પરિણીત હોવા છતાં મહિલાથી છુપાવી લગ્નની લાલચ આપી વારંવાર શારીરિક સંબંધ બાંધ્યાં હતા. મહિલા થોડા દિવસ અગાઉ ઘરેથી ગાયબ થઇ જતાં તેના પરિવારજનોએ ફરિયાદ નોંધાવતાં સમગ્ર ઘટના સામે આવી હતી.

મહિલા પરિણીત હોવા છતાં અને યુવક પોતે પણ પરિણીત હોવા છતાં યુવતીને લગ્નની લાલચ આપી વારંવાર અલગ અલગ જગ્યા પર લઇ જઇ તેની સાથે કુકર્મ આચર્યું હતું. જોકે, મહિલા થોડા દિવસ અગાઉ કોઇને જાણ કર્યા વગર ઘરેથી નીકળી જતાં અને સમયસર ઘરે પરત ન ફરતાં તેના પરિવારજનોએ પાટણ શહેર બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ ફરિયાદ બાદ મહિલા મળી આવતાં પોલીસે મહિલાનું નિવેદન નોંધ્યું હતું. જેમાં મહિલાએ જણાવ્યું હતું કે, અરૂણ જીતાજી ઠાકોર (રહે. માધવનગર સોસાયટી પદ્મનાથ રોડ પાટણ) નામનો યુવક તેને શહેરની એક હોટેલમાં લઇ ગયો હતો અને ત્યાં તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યાં હતા. ત્યારબાદ યુવક પોતે પરિણીત છે અને તેની સાથે લગ્ન નહીં કરી શકે તેવું જણાવ્યું હતું.

મહિલાના નિવેદનના આધારે પાટણ શહેર બી ડીવીઝન પોલીસે આરોપી યુવક અરૂણ ઠાકોર સામે ફરિયાદ નોંધી હતી અને આરોપી યુવક અરૂણ જીતાજી ઠાકોરને ઝડપા પાડવ ચક્રો ગતિમાન કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે...