• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • In Patan, In The Check Return Case, The Accused Was Sentenced To One Year And Ordered To Pay One And A Half Times The Amount

ચેક રિટર્ન કેસમાં સજા:પાટણમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને દોઢ ગણી રકમ ચુકવવા કોર્ટનો આદેશ

પાટણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 6 લાખ 75 હજારનું વળતર 6 માસમાં આરોપીએ ફરીયાદીને ચૂકવવા હુકમ કર્યો

પાટણની જ્યુડીસીયલ કોર્ટનાં મેજિસ્ટ્રેટ પ્રિયંકાલાલે ચેક રિટર્ન કેસમાં એક શખ્સને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. જ્યારે ચેકની દોઢ ગણી રકમ એટલે કે 6 લાખ 75 હજારનું વળતર 6 માસમાં આરોપીએ ફરીયાદીને ચૂકવવા તેવો હુકમ કર્યો હતો.

પાટણનાં વિપુલભાઇ રબારીએ ઊંઝાનાં વરવાડાનાં શનીને 2019માં રૂ. 4.50 લાખ હાથ ઉછીના આપ્યા હતા. જે પેટે શનીએ તેમને આપેલો રૂ.4.50 લાખનો ચેક બેંકમાં પૂરતા બેલેન્સનાં અભાવે પરત આવ્યો હતો.

ચેક પરત આવતા ફરીયાદી વિપુલભાઇએ તેમનાં વકીલ કે. એલ. સાધુ મારફતે નોટીસ આપ્યા બાદ પાટણની કોર્ટમાં કેસ મૂક્યો હતો. જે કેસ ચાલી જતાં મેજિસ્ટ્રેટ પ્રિયકાં લાલે આરોપીને એક વર્ષની સજા અને રૂ.6.75 લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...