આત્મહત્યા:પાટણમાં સાટા પ્રથામાં લગ્નમાં પરિણીતાએ અગમ્ય કારણે એસિડ ગટગટાવતાં મોત

પાટણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બહેનને બનેવી સાથે ન મોકલતાં તેણે બહેનને કહ્યું તું પિયરમાં ચાલ,બહેને ના પાડી અને રાત્રે એસિડ ગટગટાવી લીધુ

અલગ-અલગ સમાજમાં સામાજિક જીવન સારી રીતે ચાલે અને મનમેળ રહે તે માટે સાટા પાટાની પ્રથા ચાલી રહી છે પરંતુ તેમાં ક્યારેક સંબંધો વણસી જતા હોય છે. આવા એક કેસમાં પાટણ શહેરના હાંસાપુર વિસ્તારમાં ડેરી પાછળ રહેતી એક મહિલાએ એસિડ ગટગટાવી જતાં મોત નીપજ્યું હતું.

પાટણ ખાતે હાંસાપુર ડેરીની પાછળ પટેલ બાબાભાઇની ઓરડીમાં રહેતા મૂળ ચાણસ્મા તાલુકાના કેશણી ગામના દિલીપકુમાર ડાહ્યાભાઈ રાવળ અને તેમની બહેન તેજલબેનના લગ્ન સાટા પ્રથા થયા હતા. જેમાં કોઈ કારણસર તેજલને તેના પતિ લાલાભાઇ પાટણ ખાતે દિલીપભાઈ પાસે મૂકી ગયા હતા.

જેઓ રવિવારે સાંજે પાછી લઈ જવા માટે આવતા દિલીપભાઈએ બહેનને રાત્રે મોકલવાની ના પાડી સવારે સમાજના બે માણસો લઈને તેડવા આવજો તેમ કહેતા લાલાભાઇએ તેમની બહેન એટલે કે દિલીપભાઈની પત્ની રોશનીબેનને તેની સાથે આવવા કહ્યું હતું.

આ લોકો તેજલને મોકલતા નથી તો તું મારી સાથે પિયર ચાલ તેમ કહેતા રોશની બહેને એમના ભાઈ સાથે જવાનો ઇન્કાર કરી દીધો હતો પરંતુ રાત્રે રોશનીબેને કોઈ કારણસર એસિડ ગટગટાવી લેતાં મોત નિપજ્યું હતું. પાટણ બી ડિવિઝન પોલીસમાં મૃતકના પતિ દિલીપકુમાર રાવળે અકસ્માત મોત દાખલ કરતા આ ઘટનાની તપાસ સિદ્ધપુરના નાયબ પોલીસ અધિક્ષક સી.એલ.સોલંકી ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...